ભારત પાકિસ્તાનની ગુજરાતની અતિ સંવેદનશીલ કચ્છ સરહદે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. જે ભુજ એરબેઝની સ્ટ્રીપ દુશ્મન દેશ પાકિસ્તાને તોડી નાખી હતી અને તે સ્ટ્રીપ એક જ રાતમાં જે માધાપર સહિતની મહિલાઓએ તૈયાર કરી હતી તે ભુજ એરપોર્ટ ઉપર તેઓ ઉતર્યા હતા. Operation Sindoor પછી તેઓ કચ્છના પ્રથમ પ્રવાસે છે. એક કિલોમીટર લાંબા તિરંગા સાથે રોડ શો યોજાયો હતો. ભુજના મીરજાપર રોડ ઉપર યોજાયેલા તેમના રોડશો અને સભા સ્થળે માધાપરની વીરાંગનાઓએ શૌરવીર મોદીના ઓવારણા લીધા હતા. 


સિંદૂરનો છોડ વડાપ્રધાન આવાસમાં લાગશે

ભુજની સભામાં 1971 ની વીરાંગનાઓનું વડાપ્રધાને અભિવાદન કર્યું હતું. સામે મહિલાઓએ તેમના ઓવરણા લીધા હતા. ત્યારબાદ મોદીને માધાપરની મહિલાઓએ સિંદૂરનો છોડ આપ્યો હતો. જેના પ્રત્યુતરમાં કહ્યું હતું કે, આ સિંદૂરનો છોડ વડાપ્રધાન નિવાસમાં લગાવવામાં આવશે.

53,414 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

કચ્છના વિકાસના સ્વપ્નદ્ષ્ટાને આવકારવા કચ્છી લોકોએ ભારે ઉત્સુકતા દર્શાવી હતી. વડાપ્રધાનને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સભા સ્થળેથી તેઓ ભુજમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના 53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

હાલમાં પણ એરપોર્ટ ઉપર ડ્રોન ફર્યું હતું

તાજેતરમાં મે 2025 માં ઓપરેશન સિંદૂર બાદ યુદ્ધવિરામ થયો એ પહેલાના યુદ્ધવાળા દિવસોમાં પાકિસ્તાને ભુજ એરપોર્ટને નિશાન બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. એક ડ્રોન ભુજના એરપોર્ટ એરફોર્સ વિસ્તાર સુધી પહોંચ્યું હતું પણ તેને નાકામ બનાવ્યું હતું. 



  • Follow us on: