સુરતમાં વધુ એક વખત ખંડણી માગવાની ઘટના સામે આવી છે. શહેરમાં 3 લાખની ખંડણી માગનારા 2 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉતરાણ પોલીસે ખંડણી માગનારા 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉતરાણ પોલીસે મોટા વરાછાના દિલીપ પેરિસ અને તેના ભાઈની 3 લાખની ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદીને ધમકી આપીને ખંડણી માગી હતી.
RTI કરી આરોપી વેપારીને કરતા હતા હેરાન પરેશાન
જણાવી દઈએ કે આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી કે મારી સામે અનેક ગુના છે અને તારા હાથ-પગ ભાંગતા વાર નહીં લાગે, તને મારો ઈતિહાસ ખબર જ હશે, મારી ઉપર લૂંટ, મારામારી અને રાયોટીંગના અનેક ગુનાઓ છે. એમ કહી મોટા વરાછાના માથાભારે દિલીપ પેરીસ અને તેના ભાઈએ તેલના વેપારી પાસેથી 3 લાખની રકમ પડાવી હતી. તેલના વેપારીએ મકાનનું બાંધકામ કર્યુ હતું અને આ બાંધકામ ગેરકાયદે હોવાનું કહી પાલિકામાં આરોપી આરટીઆઈ કરી વેપારીને હેરાન કરતો હતો. જો કે તેલના વેપારીની ફરિયાદના આધારે પોલીસે માથાભારે દિલીપ ઉર્ફે દિલીપ પેરીસ શંકર પટેલ અને તેનો ભાઈ રમેશ શંકર પટેલની સામે ગુનો નોંધીને બંને લોકોની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતમાં પત્નીએ પતિ અને સસરા સામે કરી ફરિયાદ
સુરતના ઉતરાણ વિસ્તારમાં વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતમાં પત્નીએ પતિ અને સસરા સામે ફરિયાદ કરી છે. બોગસ ડોક્યુમેન્ટથી 14 કરોડની લોન લેવાની ફરિયાદ પતિ અને સસરા સામે નોંધાઈ છે. મહિલા તબીબે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા તબીબના આવકના ખોટા પુરાવા ઉભા કરીને પતિ અને સસરાએ લોન લીધી, જેમાં પત્નીની ખોટી સહી કરીને 10 બેન્કમાંથી લોન લેવામાં આવી છે. ઉતરાણ પોલીસે ડોક્ટર પતિની ધરપકડ કરી છે.