સુરતમાં ચરસ-ગાંજાના વેચાણ પર પોલીસ બાજ નજર રાખી રહી છે. SOG પોલીસે બારડોલીના બાબેન વિસ્તારમાંથી ચરસ-ગાંજાનું વેચાણ કરતાં બે લોકોને ઝડપી પાડ્યા.આરોપીની અટકાયત કરતાં પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ચરસનો ૨૨૦ ગ્રામ ૩૮૦ મિલી ગ્રામ, હાઇબ્રિડ ગાંજા ૯ ગ્રામ ૩૮૦ મિલી ગ્રામ જથ્થો ઝડપાયો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.


આરોપી ઝડપ્યા

સુરતમાં હવે હીરાના કારોબારના બદલે ચરસ-ગાંજાનું વેચાણ વધ્યું છે. કોઈને જાણે હવે કાનૂનનો ડર જ નથી લાગતો. અસામાજિક તત્ત્વો ડર વગર બેફામપણે કોઈપણ રીતે શહેરમાં ચરસ-ગાંજો ઘૂસાડી રહ્યા છે. રાજ્યમાં દર બે-ત્રણ દિવસે ચરસ-ગાંજો પકડાયાની ઘટનાઓ સામે આવવા લાગી છે. શહેરમાં બારડોલીના બાબેન વિસ્તારમાંથી ચરસ-ગાંજોનો જથ્થો ઝડપાયો. ચરસનો ૨૨૦ ગ્રામ ૩૮૦ મિલી ગ્રામ, હાઇબ્રિડ ગાંજા ૯ ગ્રામ ૩૮૦ મિલી ગ્રામ જથ્થો ઝડપાયો. પોલીસે પ્રતિબંધિત સામગ્રી સાથે 2લોકોની ધરપકડ કરી કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ આરોપની અટકાયત કરતા પૂછપરછ કરી. તપાસમાં સામે આવ્યું કે આરોપી હિરેન ઉર્ફે કાલુ રાઠોડ તેમજ કરણ નાયકા બારડોલી વિસ્તારના રહેવાસી છે. આ બંને શખ્સ ચરસ,ગાંજાનો જથ્થો તેમના ચીખલી રહેતા મિત્ર મોન્ટું તેમજ કામરેજના નીલ પરમાર પાસેથી લાવ્યા હતા.

પોલીસની કાર્યવાહી

SOG પોલીસની ચરસ-ગાંજાના ગેરકાયદે વેચાણને લઈને બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીને ઝડપ્યા. બંનેના નામ હિરેન ઉર્ફે કાલુ રાઠોડ અને કરણ નાયકા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપીએ જે લોકો પાસેથી આ સામગ્રી લીધી તે તેમના મિત્ર ચીખલીના રહેવાસી છે. બંને આરોપીને ઝડપી પોલીસે ચરસ,ગાંજાનો જથ્થો આપનાર ચીખલીના મોન્ટુ અને નીલ પરમારને વોન્ટેડ જાહેર કર્યા.

આરોગ્ય ટીમ પણ એલર્ટ

શહેરમાં અન્ય એક કિસ્સામાં પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમ સાથે દરોડા પાડી 150 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું. વરાછા પોલીસે વાડીમાંથી શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપ્યો. આરોગ્ય ટીમે પનીરના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા.વરાછા પોલીસે ત્રણ યુવકોની અટકાયત કરી. અગાઉ પણ સુરતની કાપોદ્રા પોલીસે ડ્રોનની મદદ લઈ ગાંજાનું વેચાણ કરનારા બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ચરસ ગાંજો ઘુસાડવા નવા-નવા પેંતરા રચે છે જો કે પોલીસ પણ તેમનાથી બે ડગલાં આગળ પોતાના બાતમીદારોને સક્રિય રાખતા ગેરકાયદે વેચાતા પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અને શંકાસ્પદ શખ્સ પર બાજનજર રાખે છે.

  • Follow us on: