- અક્ષર રેસિડન્સીમાંથી બાજસિંઘ દરબારની કરી ધરપકડ
- બંધ મકાનમાં સંતાડયો હતો હેરોઈનનો જથ્થો
- સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી
વડોદરાના રણોલીમાં આવેલ અક્ષર રેસિડન્સીમાંથી પોલીસે હેરાઈન સાથે એક આરોપીની ધરપકડ કરી છે.એસઓજી પોલીસ અને એફએસએલની ટીમે ફલેટમાં જઈને હેરોઈન જપ્ત કર્યુ છે.અક્ષર રેસિડન્સીના સી ટાવરમાં 510 નંબરના મકાનમાં હેરોઇનનો જથ્થો સંતાડી રાખ્યો હતો.બાજસિંઘ દરબાર નામના શખ્સની ધરપકડ કરી એસઓજી પોલીસે વધુ તપાસ હાથધરી છે.
પોલીસે હાથધરી તપાસ
વડોદરાના રણોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા શખ્સ પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, વડોદરા એસઓજીની ટીમ દ્વારા નશાકારક હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગત રાત્રે કરેલી કાર્યવાહીમાં આરોપીને તેના ઘરેથી જ દબોચી લેવામાં સફળતા મળી છે. એસઓજી પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથધરવામાં આવી રહી છે. અને તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ આગળ વધારવામાં આવી છે.

આરોપીએ ઘર ભાડે રાખ્યું હતું
વડોદરા એસઓજીની ટીમ દ્વારા રણોલી વિસ્તારમાં આવેલા અક્ષર રેસીડેન્સીના સી ટાવરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પોલીસે પરિવાર સાથે ભાડે રહેતા શખ્સ પાસેથી હેરોઇનનો જથ્થો પકડી પાડ્યો છે. અને આરોપીની અટકાયત કરી છે. આરોપી પરિવાર સાથે અહિંયા ભાડે રહેતો હોવાનું હાલ તબ્કકે જાણવા મળી રહ્યું છે.
40 ગ્રામ જથ્થો કરાયો જપ્ત
રણોલી વિસ્તારમાંથી બાજસિંગ સરદાર પાસેથી 40 ગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. આજે એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા, તેવા તમામ પાસાઓ પર વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે. પકડાયેલ શખ્સ હાલ ભાડાના મકાનમાં રહેતો હતો. તેવી પ્રાથમિક માહિતી સામે આવી હતી. તે અહિંયા પતિ-પત્ની પરિવાર સાથે રહેતા હતા.