- સિન્થેટિક, હેરોઈન, ચરસના પેકેટ મળ્યા
- ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ
- ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યાં
BSFએ આજે કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂ. 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે,જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા છે.ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે,છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે.
ગઈકાલે પણ ઝડપાયું ડ્રગ્સ
ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. કારણ કે વારંવાર ગુજરાના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ 19 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું હતુ.જખૌ કોસ્ટ વિસ્તારમાં BSFના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ઝડપાયેલા 19 પેકેટમાં કોકેઈન નામનું ડ્રગ્સ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત જખૌ નજીકથી 8 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા છે. દરિયામાં તરતા ડ્રગ્સને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

બિનવારસી મળી આવે છે ડ્રગ્સ
ગુજરાતનો 1600 કિલોમીટર સુધીનો લાંબો દરિયાકિનારો છે. ત્યારે, આ દરિયો કિનારો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બની ગયો છે. કારણ કે વારંવાર અહીંથી માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને બોટ સાથે ઝડપી કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં ATS અને કોસ્ટગાર્ડને સફળતા મળી છે. સાથે હવે બિનવારસી ડ્રગ્સ પણ મળી આવ્યું છે.
છેલ્લા 10 દિવસમાં મળેલ ડ્રગ્સ
છેલ્લા 10 દિવસ દરમ્યાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.