- નવી પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં આ ધંધો ચાલતો
- ઘરમાં ઈનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લીકેટ ઈનો સોડાનું ઉત્પાદન કરતા
- અમદાવાદ ખાતે રહેતા જલદીપ રામી અને ક્રિષ્ના જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યા
સુરત જિલ્લામાં પોલીસે ડુપ્લીકેટ ઈનો બ્રાન્ડના સોડા બનાવવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 4 લોકોની ધરપકડ કરી છે અને 10.34 લાખનો મુદામાલ જપ્ત કરી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ ઉપરથી બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીનરી દ્વારા ઈનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ કરતા સ્થળ ઉપરથી મશીનરી તથા પેકિંગના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
એક ઘરમાં ઈનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લીકેટ ઈનો સોડાનું ઉત્પાદન કરતા
જિલ્લામાં નવી પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં તથા ઘલુડી ગામની હદમાં પીનલ રેસીડેન્સીના એક ઘરમાં ઈનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લીકેટ ઈનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવુતિ ચાલતી હોવાને લઈને એલસીબી પોલીસ અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર-118 ના ગોડાઉનમાં દરોડો પાડીને તપાસ કરી હતી પોલીસે સ્થળ ઉપરથી બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીનરી દ્વારા ઈનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ કરતા સ્થળ ઉપરથી મશીનરી તથા પેકિંગના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
અમદાવાદ ખાતે રહેતા જલદીપ રામી અને ક્રિષ્ના જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસની તપાસમાં ડુપ્લીકેટ ઈનો બ્રાન્ડના સોડાનું પેકિંગ કરેલો જથ્થો ઘલુડી ગામે પીનલ રેસીડેન્સીમાં મકાન ભાડે રાખી માણસો દ્વારા બોક્ષમાં પેકિંગ કરાવી સપ્લાય કરાતો હોવાનું પણ બહાર આવ્યું હતું. જેથી પોલીસે ઘલુડી સ્થિત પીનલ રેસીડેન્સીમાં પણ રેડ કરી ત્યાંથી બીજા બે ઇસમોને ડુપ્લીકેટ ઈનો બ્રાન્ડના સોડા, મંગલદીપ અગરબતી તથા વિટ હેર રીમુવેબલ ક્રીમનો ડુપ્લીકેટ માતબર જથ્થો ઝડપી પાડી તમામ મુદમાલ કબજે કરી આ મામલે ઓથોરાઈઝ અધિકારી દ્વારા ફરિયાદ કરાઈ હતી. પોલીસ દ્વારા ઈનો પાઉચ પેકિંગ કરવા માટેનું એસેમ્બલ પેકેજીંગ મશીન, પાઉચ માટેનું એર મશીન, ઈનો પેકિંગ રોલ, ઈનો પાવડર બનાવવા કાચો મટીયલ્સ ૩૦૦ કી.ગ્રા., સેલોટેપ રોલ, ઈનો ભરેલા પાઉચના કોથળા 13 નંગ, ઈનો પાઉચનો વેસ્ટ સમાન કોથળા તથા અન્ય સામગ્રી, ઈનો ભરેલા પાઉચના કુલ્લે 17340 પાઉચ, કન્ટ્રીન્યૂસ બેન્ડ સેલર કંપનીનું સીલીંગ મશીન, વીટ હેર રીમુવલ ક્રીમ જે 5 કાર્ટુન, મંગલદીપ અનુશ્રી અગરબતી જથ્થો મળી કુલ 10,34, 682 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી પોલીસે દીપક વઘાસીયા ,શબ્બીર બેલીમ, જગદીશ માલી અને વિજયરાજ માલીની ધરપકડ કરી હતી. જયારે અમદાવાદ ખાતે રહેતા જલદીપ રામી અને ક્રિષ્ના જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યા હતા.