અમદાવાદ માટે એવું કહેવાય કે દિવસે નથી વધતુ એટલું રાતે વધે છે અને ખાખીના ખેમામાં દિવસ અને રાત, ધોળે દિવસે કંઈને કંઈ ખેલ ખેલાતા રહેતા હોય છે. જનતા જનાર્દન છે અને તે બધુ જ જાણે છે. ચોથી જાગીરના પ્રહરી તરીકે હવે અમે પણ એક સ્પેશ્યલ સિરીઝ શરૂ કરી છે કે જેમાં શહેરમાં ચાલી રહેલા પોલીસ વિભાગમાં અને અધિકારીઓ વચ્ચે કે સામે શું ચાલી રહ્યું છે જે જનતા સુધી નથી પહોંચતુ તે અમે લખીશું. પોલીસ, પંચાત અને પત્રકારની આ સિરીઝ દર રવિવારે સંદેશ ન્યૂઝની વેબસાઈટ પર ગુજરાત અને ક્રાઈમ સેક્શનમાં વાંચી શકશો.


વહીવટ તો અગાઉ પણ હું જ કરતો હતો અને કરીશ, લાલનો અનોખો અંદાજ !

અમદાવાદમાં વહીવટ કરતા વહીવટદારોની જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે તેમ છત્તા વહીવટ કરવા માટે તેમનો ડોળો અમદાવાદમાં જ છે અને અધિકારીઓની મીઠી રહેમ નજર હેઠળ તેઓ વહીવટ કરી રહ્યાં છે, પૂર્વ વિસ્તારનું ક્રીમ પોલીસ સ્ટેશન કે જયા પીઆઈને નોકરી કરવી એક સ્વપ્ન હોય છે પરંતુ અહીંયા તો પીઆઈ કરતા વહીવટદારનું જોર વધુ છે, એક પોલીસ સ્ટેશન નહી હુ તો બે પોલીસ સ્ટેશનનો વહીવટ કરૂ છુ અને મને વહીવટ આપો તેમ કહી વહીવટ આપી દેવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે કે, લાલ તારો અનોખો અંદાજ અને તારા પાવરની વાત ના થાય.

એક એજન્સી અને ઝોન પ્રમાણે વહીવટદારની ઉઘરાણી !

અમદાવાદમાં કયાં શુ થાય છે અને કયાં શું ઘટનાઓ બનતી હોય છે તેની એક એજન્સી સતત ધ્યાન રાખતી હોય છે, પરંતુ થયું એવું છે કે અમદાવાદમાં કુલ 7 અલગ-અલગ ઝોન આવેલા છે, ત્યારે ઝોન પ્રમાણે આ એજન્સીના અલગ-અલગ વહીવટદારોએ ઉઘરાણા શરૂ કર્યા છે, ઘણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓનું એવું પણ કહેવું છે કે અમારા વિસ્તારમાં કંઈ છે નહી તો પણ એજન્સીના વહીવટદાર આંટા મારી રહ્યા છે અને રૂપિયાની ઉઘરાણી કરી રહ્યાં છે આ ચર્ચાએ પોલીસબેડામાં જોર પકડયું છે.

પૂર્વ વિસ્તારના છેવાડાના પોલીસ સ્ટેશનમાં વહીટદાર સાથે ખાનગી માણસે ઉઘરાણા શરૂ કર્યા !

પૂર્વ વિસ્તારનું છેવાડાનું પોલીસ સ્ટેશન અને તેમાં પણ હાઈવે ટચ થાય છે તેવું પોલીસ સ્ટેશન, વહીવટદારની સાથે ખાનગી માણસે પણ ઉઘરાણા શરૂ કર્યા છે અને તેમાંથી અડધો ભાગ વહીવટદારને આપવામાં આવે છે તેવી ચર્ચાએ પોલીસ બેડામાં જોર પકડયું છે, અરે ભાઈ એવું તો તમે શું કમાણી લેતા હશો કે તમારે ખાનગી માણસ રાખવાની જરૂર પડી ! પોલીસ સ્ટેશનના કર્મચારીઓમાં આ માણસને લઈ એવી પણ વાતો થઈ રહી છે કે, આ ખાનગી માણસ પોલીસની નાની નાની વાતોમાં પણ માથુ મારી રહ્યો છે અને વહીવટદાર તેને છાવરી રહ્યો છે.

પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં PCR વાને કેરીની ઉઘરાણી કરી શરૂ !

અમદાવાદના પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું એક પોલીસ સ્ટેશન કે જયાં પીસીઆર વાનના કર્મચારીઓએ તેમની ડયુટી પ્રમાણે કેરીના ટોપલા અને 1 હજાર રૂપિયાની ઉઘરાણી શરૂ કરી છે, રસ્તા પર ધંધો કરતા વેપારીઓ અકળાઈ ગયા અને બોલી ગયા કે આ તો અમારે પડયા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પોલીસ સ્ટેશનમાં પણ ગણગણાટ શરૂ થયો છે કે પીસીઆર વાનના કર્મચારીઓ કેરીની મોજ માણે છે અને સાથે રુપિયા પણ લે છે.

મોટી એજન્સીમાંથી કોન્સ્ટેબલોની બદલી થતા તોડનો ગણગણાટ શરૂ થયો !

અમદાવાદની એક મોટી એજન્સી કે જેની કામગીરીની નજર આઈપીએસ પણ રાખી રહ્યાં છે, ત્યારે કોન્સ્ટેબલોની અચાનક બદલી થતા પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થયો છે, પોલીસ બેડામાં એવો ગણગણાટ શરૂ થયો છે કે તોડ કરતા હતા અને તે તોડની વાત અધિકારી સુધી પહોંચી ગઈ અને તાત્કાલિક ધોરણે તેમની બદલી કરવામાં આવી છે, ત્યારે શું જેની બદલી થઈ છે તે લોકો તોડ કરતા હતા કે નહી તેને લઈ ચર્ચાનો વિષય બન્યો છે, પોલીસ પણ વિચારી રહી છે કે આવી અચાનક બદલી પાછળના શું કારણો હશે.

  • Follow us on: