જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલા બાદ પોરબંદર માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખ દ્વારા માછીમારોને સતર્ક કરવામાં આવ્યા છે. પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરી દ્વારા તમામ માછીમારોને સતર્ક કરવામાં આવ્યા છે, ભૂતકાળમાં પણ IMBL નજીક ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું પહલ ગામમાં થયેલ આતંકી હુમલાબાદ પાકિસ્તાન ભારતીય માછીમારોને નુકસાન પહોંચાડે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે પોરબંદર બોટ એસોસિયેશનના પ્રમુખ મુકેશ પાંજરી દ્વારા માછીમારોને ડિફેન્સ એજન્સીઓને સહયોગ આપવા તથા કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો નેવી અને કોસ્ટગાર્ડને સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે.


ઘણા સમય પહેલાં પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન એજન્સી માછીમારોનું અપહરણ કરીને કરાંચી ખાતે લઈ જાય છે અને ત્યાં લાન્ડી જેલમાં માછીમારોને બંધક બનાવવામાં આવે છે. પાકિસ્તાની એજન્સી દ્વારા જે માછીમારોને બંધક બનાવવામાં આવે છે તેમાં મોટાભાગના પોરબંદરના હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાનની કેદમાં રહેલા માછીમારોએ પોરબંદર બોટ એસોસીએશનના પ્રમુખને પત્ર લખી હતી પોતાની વ્યથા ઠાલવી હતી. તેેમણે લખ્યું હતું કે અંહી અમારા પર જોર જુલમ થાય છે. અમે અંહી કેદમાં હોવાથી અમારા પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. અમારા પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. પરિવારના ભરણ પોષણની જવાબદારી કોણ લેશે અમને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવો. 

અગાઉ પોરબંદરના માછીમારોને પાકિસ્તાની એજન્સીએ બંધક બનાવ્યા હોવાથી હાલમાં માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખ દ્વારા ચેતવણી આપવામાં આવી. હાલમાં ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે તણાવભર્યો માહોલ છે. પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલા બાદ ભારતે કડક કાર્યવાહી કરતા છેલ્લા બે દિવસથી દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી દેશભરમાંથી માંગ ઉઠતા પાકિસ્તાનના વલણ સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે. પોરબંદરની દરિયાઈ સરહદને લઈને તંત્ર દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે.

  • Follow us on: