અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટસ ફેસ્ટિવલની પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. દેશ વિદેશમાં ૪૭ દેશોના ૧૪૩ પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. પતંગ રસિયાઓને આવકારવા તૈયારીઓને શાનદાર રીતે આવકારવા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે સાથે HMPV વાયરસને લઇ આરોગ્ય વિભાગ સજ્જ છે.


11 જાન્યુઆરીથી થશે શુભારંભ

11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટસ ફેસ્ટિવલની ઉજવણી થશે. 11 જાન્યુઆરીના રોજ કાઈટ્સ ફેસ્ટિવલનો શુભારંભ થશે. આ ફેસ્ટિવલમાં રાજ્ય, દેશ ઉપરાંત વિદેશના પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી ૧૧ જેટલા શહેરોના ૪૧૭ જેટલા પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લેશે. તેમજ ભારત બહારના 47 દેશોમાંથી 143 પતંગબાજો આંતરરાષ્ટ્રીય કાઈટ્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા અમદાવાદના મહેમાન બનશે. આ વર્ષના કાઈટસ ફેસ્ટિવલમાં રામ મંદિર અયોધ્યા,ચંદ્રયાંન, સહિતની થીમના પતંગોથી આકાશ રંગાશે. જો કે કાઈટસ ફેસ્ટિવલમાં ભાગ લેનાર પતંગબાજોની સુરક્ષાને લઈને પણ તંત્ર દ્વારા સાવધાનીરૂપે કેટલાક પગલાં લેવામાં આવશે.

પતંગબાજોનું થશે મેડિકલ ચેક અપ

છેલ્લા કેટલાક દિવસોમાં HMPV વાયરસનો કહેર વધ્યો છે. ભારતમાં કર્ણાટક બાદ ગુજરાતમાં આ વાયરસનો પગ પેસારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. HMPV વાયરસને પગલે આરોગ્ય વિભાગ વધુ એલર્ટ થતાં નિષ્ણાત તબીબોની ટીમને ખાસ સૂચના આપવામાં આવી છે. કાઇટસ ફેસ્ટિવલમાં દેશ વિદેશથી આવતા પતંગબાજોનું મેડિકલ ચેક અપ કરવામાં આવશે.

આતંરરાષ્ટ્રીય કાઈટસ ફેસ્ટિવલ

શહેરમાં પતંગ રસિયાઓનો માનીતા તહેવાર ઉત્તરાયણ પર્વને હવે જૂજ દિવસો બાકી છે. રાજ્યમાં ઉત્તરાયણ પર્વની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકો ફિરકી અને પતંગના ઓર્ડર આપવા લાગ્યા છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમદાવાદમાં આતંરરાષ્ટ્રીય કાઈટસ ફેસ્ટિવલનું આયોજન હાથ ધરાયું છે. જે 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમ્યાન યોજાશે અને તેમાં દેશ-વિદેશના લોકો ભાગ લેશે.

પતંગબાજો માટે ખાસ સુવિધા

૧૨ જાન્યુ.એ સ્ટેચ્યૂ ઓફ યુનિટી રાજકોટ અને વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે. તો ૧૩ જાન્યુ.એ સુરત,શિવરાજપુર, ધોરડો ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે અને ૧૪ જાન્યુ.એ વિદેશી પતંગબાજો શહેરીજનો સાથે પોળમાં પતંગ ચગાવશે. તેમજ રિવરફ્રન્ટના વલ્લભસદન ખાતે સવારે પતંગોત્સવ જ્યારે રાત્રે મ્યુઝિક શોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલની સુવિધા પણ મુલાકાતીઓને આપવામાં આવી છે.

  • Follow us on: