• ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં કરી હતી વિવાદિત ટીપ્પણી
  • પૂર્ણેશ મોદીએ દાખલ કર્યો હતો બદનક્ષીનો કેસ
  • 4 વર્ષ જૂના કેસમાં સુરત સેસન્સ કોર્ટનો ચુકાદો

કલમ 500 IPC માનહાનિ માટે સજા માટે છે. IPC કલમ 500 ભારતીય દંડ સંહિતા મુજબ જે કોઈ અન્ય વ્યક્તિની બદનક્ષી કરે છે, તેને બે વર્ષ સુધીની મુદત માટે સાદી કેદની સજા કરવામાં આવશે. આ સિવાય દંડ સાથે સજા કરવામાં આવશે. આ સિવાય સજા અને દંડ બંને પણ થઈ શકે છે.


ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં ચૂંટણી દરમિયાન તેઓએ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ સાથે સજાની જોગવાઈ હજુ નક્કી કરાઈ નથી. આજે આ મુદ્દે પણ જલ્દી નિર્ણય જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય દંડ સંહિતામાં કુલ 511 કલમ હોય છે.

 શું છે સમગ્ર મામલો?

રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે? પૂર્ણેશ ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતા. તેઓ ડિસેમ્બરમાં સુરતમાંથી ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

  • Follow us on: