દક્ષિણ પૂર્વ રેલવેમાં ખડગપુર ડિવિઝનના સાંતરાગાછી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર-સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનને અસર થશે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.


રદ ટ્રેનો (Cancelled Trains)

01-9 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.

02-11 મે 2025 ના રોજ સાંતરાગાછીથી ચાલનારી ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.

રિશેડ્યૂલ ટ્રેન (Reschedule Trains)

03-16 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી એકસપ્રેસ 2 કલાક રિશેડ્યૂલ રહેશે.

ટ્રેનોના સમય, રોકાણ, અને સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શેકે છે.

  • Follow us on: