વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ(NFIR) વડોદરા દ્વારા સ્વ. જે. જી. માહુરકર (દાદા) મેમોરિયલ ઓપન ગુજરાત કમ વેસ્ટર્ન રેલવે ટી-20 નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. 06.03.2025 થી 16.03.2025 સુધી માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, પ્રતાપનગર ખાતે યોજવામાં આવેલ છે.
ભૂતપૂર્વ મહામંત્રી દાદાના સ્મરણાર્થે ટુર્નામેન્ટનું આયોજન
આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તા. 16.03.2025 ના રોજ રમાશે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે સ્વ. શ્રી જે. જી. માહુરકર (દાદા) વે. રે. મ.સંઘના ભૂતપૂર્વ મહામંત્રી એવમ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના સ્મરણાર્થે આવી ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આ ટુર્નામેન્ટમાં 12 ટીમો જેમાં વેસ્ટર્ન રેલવેની અને ગુજરાતની અન્ય મુખ્ય ટીમો ભાગ લઈ રહી છે. વેસ્ટન રેલ્વે મજદૂર સંઘ આ ટુર્નામેન્ટ માટે કોઈપણ જાતની પ્રવેશ ફી કે કોઈ સ્પોન્સરની મદદ લેતું નથી.
વિનર્સ ઉપરાંત તમામને પ્રોત્સાહિત કરાશે
આ ટુર્નામેન્ટની ફાઇનલ દરમિયાન વિનર્સ અને રનર્સ ટ્રોફી ઉપરાંત બંને ટીમોના બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ વિકેટકીપર્સ અને બેસ્ટ ઓલરાઉન્ડરને પણ એના વિતરણ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનો શુભારંભ શ્રી જીતેન્દ્રસિંહ, ડિવિઝનલ રેલવે મેનેજર વડોદરા દ્વારા કરવામાં આવશે. જેમાં શ્રી એસ.સી.બૈરવા, શ્રી પ્રદીપ મીના સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને વડોદરા ડિવિઝનના સિનિયર સ્પોર્ટ્સ ઓફિસર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન
ભારતીય રેલવેમાં ટ્રેડ યુનિયન મોમેન્ટના સૌથી વરિષ્ઠ નેતાઓમાં એક તથા પાવરફુલ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેનના ઉપપ્રમુખ અને રેલવે મજદૂર સંઘના મહામંત્રી સ્વર્ગસ્થ જે.જી. માહુરકર જે મુખ્યત્વે દાદાના નામથી લોકપ્રિય હતા. આ જ રીતે દૂર સંઘના વિવિધ મંડળમાં વિવિધ મેચ યોજી અને રક્તદાન શિબિર યોજી તેમની છેલ્લી વર્ષગાંઠ ઉજવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન તપન ચૌધરી મંડળ મંત્રી વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ વડોદરા, કે.એન.ઝાલા મંડળ અધ્યક્ષ વે.રે.મ.સંઘ વડોદરા અને અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું.