રાજ્યમાં દીકરીઓ સુરક્ષિત રહી નથી. ગુજરાતમાં દુષ્કર્મ અને છેડતીના બનાવો અવારનવાર સામે આવતા રહે છે.ત્યારે હવે ઘરમાં પણ દિકરીઓ સુરક્ષિત રહી નથી. આવી અનેક ઘટનાઓ આપણી સામે આવે છે.તેવો બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટમાં 13 વર્ષની સગીરા પર તેના પિતરાઈ ભાઈ અને તેના મિત્રે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જે સગીરાએ એક બાળકને જન્મ આપ્યો છે.


સગીરા થઈ ગર્ભવતી

મળતી માહિતી મુજબ રાજકોટમાં સગીરા ઉપર તેના પિતરાઈ ભાઈ અને મિત્રે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ તે ગર્ભવતી થઈ ગઈ હતી. પોલીસમાં ફરિયાદ બાદ ગર્ભપાતની મંજૂરી માંગવામાં આવી હતી. જોકે, સમય વિતી જવાને પગલે ગર્ભપાત થવાની મજૂરી મળે તેવી શક્યતા નહોતી. ગત 13 મેંના રોજ સગીરાને પોલીસ સુરક્ષા હેઠળ જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે તબીબી અભિપ્રાય અને પરિજનો સાથે નિષ્ણાતોએ ઉંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.

સગીરાએ બાળકને જન્મ આપ્યો

આ મામલે હાઇકોર્ટ માં પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટની મંજૂરી બાદ મેડિકલ વ્યવસ્થા માટે સગીરાને જનાના હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી. જોકે અહીંયા ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે દરમિયાન સગીરાએ એક બાળકને જન્મ આપ્યો છે. હાલ બંને ઓબ્ઝર્વેશન હેઠળ છે. તે પહેલા પણ રાજકોટમાં ચાલુ બસે એક તરુણી પર દુષ્કર્મ કર્યાની ઘટના બની ચૂકી છે.જે મામલે પોલીસે ફરિયાદ નોંધીને આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.તે અગાઉ પણ દાહોદમાં એક સ્કૂલ પ્રિન્સિપાલ દ્વારા એક બાળકીની છેડતી કરીને તેની હત્યા કરી નાખી હતી.

  • Follow us on: