વિંછીયામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો થયો છે. નરાધમ પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ કર્યાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં નરાધમ પિતાએ સમગ્ર મામલે કબૂલાત કરી છે. અગાઉ દુષ્કર્મ કેસમાં 2 આરોપીઓ પકડાયા હતા. પોલીસે નરાધમની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વિછીયા ના એક ગામે ધોરણ નવ માં અભ્યાસ કરતી સગીરા સાથે બે પરણિત યુવકો દ્વારા અવારનવાર દુષ્કર્મની આચર્યું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ સગીરાના પરિવાર દ્વારા વિંછીયા પોલિસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પુરણગીરી ગોસાઈ નામનો પરિણીત યુવક પોતાની eeco ગાડીમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં લઈ જતો હોય જેમાં આ સગીરા પણ આવતી હોય સગીરા પર નજર બગાડી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.













