• RMCના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે મનસુખ સાગઠીયા

  • જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ ફાઈલ કરાઈ
  • અગ્નિકાંડની ઘટના બાદ ખોટી મિનિટ્સ બુક બનાવી હતી

રાજકોટના સસ્પેન્ડેડ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. નકલી મિનિટ્સ બુક બનાવવા બાબતે સાગઠીયા વિરૂદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.

મનસુખ સાગઠીયાએ પોલીસથી બચવા બનાવી હતી ખોટી મિનિટ્સ બુક

ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અંદાજિત 40 જેટલા સાક્ષીના નિવેદન નોંધવામાં આવ્યા છે. અગ્નિકાંડ સામે આવ્યાના 48 કલાક બાદ મનસુખ સાગઠીયા દ્વારા પોલીસથી બચવા ખોટી મિનિટસ બુક બનાવડાવવામાં આવી હતી. મનપાની સેન્ટ્રલ ઝોન ખાતે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને કર્મચારીઓને બોલાવીને મિનિટ્સ બુકમાં સહી કરાવડાવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં આ પૂર્વ TPO મનસુખ સાગઠિયા જેલમાં બંધ છે. પોલીસે સમગ્ર ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ કરીને ત્યારબાદ ચાર્જશીટ તૈયાર કરી છે, જેમાં તમામ બાબતોને ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે.

સાગઠિયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી

લાંચિયા અધિકારી મનસુખ સાગઠિયા અને તેના પરિવારની મિલ્કતોની તપાસ કરવી ખુબ જરૂરી છે કારણ કે સત્તામાં રહીને સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા અન્ય પ્રવાસો પરિવાર સાથે કર્યા હતા તેની પણ તપાસ થવી જરૂરી બની છે. ત્યારે તમને જણાવી દઈએ કે મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી મળેલી કૂલ રકમ અને સોનાની ગણતરી કરવા માટે 10 કલાકનો સમય લાગ્યો હતો અને મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. શહેરના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે અને વધુ મિલકોત તેની પાસેથી મળે તેવી શક્યતાઓ છે.

લાંચિયા અધિકારી સાગઠિયાએ ગેમઝોન સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાની કરી કબૂલાત

ત્યારે ACBની તપાસ દરમિયાન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ થયો હતો અને સાગઠિયાએ ગેમઝોન સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાની કબૂલાત કરી હતી અને આ સિવાય પણ શહેરમાં અનેક પ્લાન પાસ કરવા માટે પૈસા લીધા હોવાની કબૂલાત કરી હતી.


  • Follow us on: