• ACBમાં સીટની રચના છતાં પણ તપાસ કેમ અટકી તે સવાલ
  • સાગઠીયાને લાંચ આપનાર તેમજ તેમની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તે બાબતે કોઈ કાર્યવાહી નહી
  • બિલ્ડરો સામે પણ તપાસ કરવામાં ના આવી

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં એસીબીની તપાસ સાગઠિયા સુધી પહોંચી પણ તે બાદ અન્ય લોકો સામે તપાસના નામે મીંડું દેખાઈ રહ્યું છે.સાગઠિયા વતી કોણ રૂપિયા લેતું હતુ તેનું નામ પણ સામે આવ્યું છે.સાગઠિયાની આ કરોડોની કાળી કમાણીમાંથી કોને કઈ રીતે ભાગ આપતો તે બાબત ઉપર પણ પડદો પાડી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

એસીબી અને એસાઈટીની ટીમ કરે છે તપાસ

સાગઠિયાને લઈ એસીબી તેમજ એસઆઈટીની ટીમ તપાસ કરે છે,એસઆઈટીની ટીમ દ્રારા રાજય સરકારને રીપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે.તપાસ સાગઠિયા સુધી જ અટકી ગઈ છે કે અટકાવી દેવામાં આવી છે તે સવાલ ઉભો થઈ રહ્યો છે.અગ્નિકાંડમાં મનપાના પદાધિકારીઓ સામે પણ કોઈ કાર્યવાહી નથી થઈ તેવું દેખાઈ આવે છે.સરકારની સીટ અને સત્ય શોધક સમિતિએ પણ શું સત્ય શોધી કાઢ્યું તે પણ જાહેર કરાયું નથી.

સાગઠિયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી

સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.

ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું

રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે.

અગાઉ 19 જૂને મળી હતી 10 કરોડની સંપત્તિ

નોંધનીય છે કે, આ પહેલા 19 જૂને એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACB ના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો.


  • Follow us on: