રાજકોટ નાગરિક બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીનું આજે સવારે 10:30 કલાક સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સહકાર પેનલનો વિજય થયો છે. સહકાર પેનલના તમામ ઉમેદવારોનો વિજય થઇ ગયો છે. જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલનો વિજય જ્યારે કલ્પક મણિયારની સંસ્કાર પેનલની હાર થઇ છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતગણતરીનું પરિણામ આવી ગયુ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી.. કુલ સરેરાશ 96.39% મતદાન થયું છે. રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન થયું છે. 332માથી 320 ડેલીગેટ્સએ મતદાન કર્યું છે.













