રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં GST વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. GSTની તપાસમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજો હાથ લાગ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજ્ય GST વિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતીના આધારે રાજકોટમાં તમાકુમાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં વિવિધ પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના મવડી વિસ્તારમાં પી પટેલ એજન્સી, કરણપરામાં રાજકમલ એજન્સી - અલ્કા સેલ્સ - જેનીશ સેલ્સ સહિતની એજન્સીઓમાં GST વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જીએસટી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. GSTની તપાસમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજો હાથ લાગ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.













