જૂનાગઢના વિસાવદર તાલુકાના રતાંગથી હરિપુર રોડ પર આવેલી એક વાડીમાં ચાલતી કલબમાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના ચાર સહીત કુલ 10 શખ્સને પકડી લઈ 8.20 લાખ રોકડા અને વાહન તેમજ મોબાઈલ મળી કુલ 26.32 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં આવેલા વિસાવદર તાલુકાના વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. રતાંગથી હરીપુર જતા રસ્તા પર વાડી વિસ્તારમાં જુગારધામનું ક્લબ ચલાવતા હતા. તેવામાં પોલસે બાતમીના આધારે દરોડા પાડ્યા અને ખેતરના મકાનમાં ચાલતું જુગારધામ પરથી જુગાર રમતા 10 શખ્સો ઝડપી પાડ્યા હતા. પોલીસે 8.20 લાખ રોકડ સહિત 26.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.













