રાજકોટ સહિત ગુજરાતમાં હવામાનની આગાહી મુજબ ભારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જેના લીધે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર પાણીની નદીઓ વહી રહી છે. ત્યારે આજે જામજોધપુર શહેરમાં વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.જામજોધપુરમાં વાતાવરણ સામાન્ય હતું પરંતુ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. તે દરમિયાન આકાશમાં ઘનઘોર વાદળો છવાયા અને થોડા સમયમાં જ પવનના જોરદાર સુસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.


જામજોધપુરમાં વરસાદ વરસ્યો

વાતાવરણમાં આવેલા અચાનક પલ્ટાથી ભારે પવન ફૂંકાયો હતો. જેની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, ભારે પવનના લીધે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.તેમજ ગરમીથી પીડાઈ રહેલા નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારે પવનના લીધે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તાઓ પર પાણી ફરી જવાથી વાહનચાલકો પરેશાન થયા હતા. તેમજ રસ્તા પર ચાલતા રાહદારીઓ પણ પલળી ગયા હતા.

વાતાવરણમાં ઠંડકનો માહોલ

જામજોધપુરમાં આવેલા વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો ખેડૂતોએ વાવેલા પાકને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા જણાઈ રહી છે. વાતાવરણમાં આવેલા પલ્ટાથી શેરીઓમાં પાણી વહ્યું હતું, ભારે પવનના લીધે વરસાદ વરસતા બાઈક સવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ઉંડાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.


  • Follow us on: