ગુજરાતમાં ફરી એકવાર કોરોના મહામારીનો કહેર વધી રહ્યો છે. એક પછી એક કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજકોટમાં ફરી એક કોરોનાનો કેસ નોંધાયો છે. વિદેશથી આવેલા એક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે.


વિદેશથી આવેલા વ્યક્તિમાં કોરોનાના લક્ષણ

રાજકોટ શહેરમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે જેમાં 43 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. વિદેશથી પરત આવતા વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા મળતા હતા ત્યાર બાદ રિપોર્ટ કરાવાયો હતો. રાજકોટના ન્યુ ઓમનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો છે. સામાન્ય લક્ષણો હોવાથી દર્દી હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના 7 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. શહેરમાં 7 કોરોા પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે. કૂલ 4 પુરુષ અને 3 મહિલા કોરોના પોઝિટિવ છે. હાલમાં તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એક સાથે 7 કેસ શહેરમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતામાં છે અને એક્શન મોડમાં આવીને કામગીરી શરૂ કરી દીધી છે.

તમને જણવી દઈએ કે, રાજકોટમાં ગઈકાલે કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. રાજકોટ સિવિલમાં ખાસ આઇસોલેશન વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. કોરોના સબંધિત દવા, ઓક્સિજન સિલિન્ડર કાર્યરત છે તેમજ ટેસ્ટિંગ કીટ અને લેબ કાર્યરત કરી દેવામાં આવી છે. કોરોનાના લક્ષણ દેખાય તો આરોગ્ય વિભાગને સંપર્ક કરવા તાકીદ કરવામાં આવી છે.


  • Follow us on: