• X પોસ્ટ કરી પરેશ ધાનાણીએ કરી સિંઘમ-3ની શરૂઆત
  • સરદારના અસલી વારસદારોને સિંઘમ બનવા કરી અપીલ
  • અઢારેય વર્ણ પર અત્યાચાર કરનારના અહંકારને ઓગાળો

રાજ્યમાં સરદાર પટેલના અસલી વારસદાર કોણ તેને લઈ રાજનીતિ શરૂ થઈ છે. ભાજપના નેતાઓને રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરદારના નકલી વારસદાર ગણાવ્યા હતા. જ્યારે સરદારનો હું અસલી વારસ છું તેનો મને ગર્વ હોવાની વાત કરી હતી. પરેશ ધાનાણીએ આજે ફરી X ( ટ્વિટર ) પર પોસ્ટ કરી હતી,અને લખ્યું કે અઢારેય વર્ણ પર અત્યાચાર કરનાર જયકાંત શીકરેના અહંકારને ઓગળવા વિનંતી કરૂ છું.

રાજકારણમાં સરદારને વચ્ચે લાવ્યા નેતાઓ

અત્યારે ગુજરાતના રાજકારણમાં જે વિષય ચર્ચાઈ રહ્યો છે તેને લઈને જવાબદાર માધ્યમો અનેકવાર ચર્ચા કરી ચુક્યા છે. ચર્ચા એ છેડાઈ છે કે સરદાર પટેલના સાચા વારસદારો કોણ. પરેશ ધાનાણીએ કહ્યું કે અમે સરદાર પટેલના સાચા વારસદારો છીએ અને અમારા હરીફ એટલે કે ભાજપ સરદાર પટેલના નકલી વારસદારો છે અને આ લડાઈ નકલીની સામે અસલીની છે.

સરદાર પટેલ અંગે નિવેદન

પરેશ ધાનાણીના નિવેદને ચર્ચા જગાવી છે. પાટીદાર, ક્ષત્રિય અને સરદાર પટેલ અંગે નિવેદન કર્યા અને ધાનાણીના નિવેદનથી રાજકીય આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયા છે. સરદારના સાચા વંશજો કોણ તે અંગે વાર-પલટવાર ચાલી રહ્યાં છે. સરદારના સાચા વારસદારો તરીકે પોતાને ઓળખાવાની હોડ જામી છે.

શું બોલ્યા હતા પરેશ ધાનાણી

ધાનાણીએ કહ્યું કે, 1995માં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું છે. 18 વર્ણોએ સાથે મળીને ભાજપનું બી વટવૃક્ષ બનાવ્યું છે. તમામ વર્ણોને એવું લાગે છે કે ભાજપ વટવૃક્ષ બન્યું પણ ફળ કોઈને ચાખવા ન મળ્યા. ભાજપે રાજકોટમાં આયાતી ઉમેદવાર લાવવા પડયા છે. વર્ગવિગ્રહની આગ રાજકોટમાં લગાવવામાં આવી છે. હું વર્ગવિગ્રહની આગ બુઝાવવા રાજકોટ આવ્યો છું. ભાજપના સિંચનમાં સરદારના વારસો અને ક્ષત્રિય સમાજે કંઈ બાકી રાખ્યું નથી. 25 વર્ષ પછી સમાજને સમજાયું કે ભાજપ કોઈનું નથી. લોકો જાણી ગયા છે કે આ સરદારના નકલી વારસો છે. સરદારના નકલી વારસોએ વર્ગવિગ્રહની આગ લગાવી છે. વર્ગવિગ્રહને ડામવા સરદારના અસલી વારસ મેદાનમાં આવ્યા છે. આ લડાઈ નકલી વર્સીસ અસલીની થવાની છે. અમે ગુજરાતને ફરી ગાંધી અને સરદારનું ગુજરાત બનાવીશું.

  • Follow us on: