• પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર

  • સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજુ બાકી
  • સાગઠિયાની મિલ્કતો અને વિદેશ પ્રવાસની તપાસ કરવી જરૂરી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ મામલે ધરપકડ કરાયેલા પૂર્વ TPO મનસુખ સાગઠિયાના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ACBએ સાગઠિયાને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો અને સાગઠિયાના રિમાન્ડ અંગે સરકારી વકીલે દલીલ કરી, સાગઠિયાના બેન્ક એકાઉન્ટની તપાસ હજુ બાકી છે અને બેન્ક એકાઉન્ટની તપાસ તેની હાજરીમાં કરવી જરૂરી છે સાથે જ સાગઠિયાની મિલકતોની અને વિદેશ પ્રવાસની તપાસ કરવી પણ જરૂરી છે.

મહાનગરપાલિકાના ખર્ચે કર્યા બે વિદેશ પ્રવાસ

તમને જણાવી દઈએ કે સાગઠિયા અને તેના પરિવાર પાસે રહેલી મિલકતોની તપાસ કરવી જરૂરી છે તથા સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની પણ તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે, ત્યારે સોનું અને રોકણ અંગે તપાસ કરવા માટે સાગઠિયાની હાજરી જરૂરી છે.

મનસુખ સાગઠીયાની લાખો રૂપિયાની ઓફિસ

મનસુખ સાગઠીયાની લાખો રૂપિયાની ઓફિસ રાજકોટના હાઈ પ્રોફાઈલ બિલ્ડીંગમાં આવેલી છે.જ્ંયા સ્ક્વેર ફૂટનો ભાવ 11,000 રૂપિયા છે,800 સ્ક્વેર ફૂટ અને ઓફિસ એટલે કે 90 લાખ રૂપિયા ઓફિસની કિંમત છે. મનસુખ સાગઠીયા અને તેના ભાઈની કરોડોની મિલકત એક બાદ એક બહાર આવી રહી છે.


  • Follow us on: