- કચ્છમાં રણોત્સવનો પ્રારંભ
- ટુરિસ્ટોમાં વધી કચ્છના પેકેજની ડિમાંડ
- ધોળાવીરાનો પેકેજમાં થાય છે સમાવેશ
એકસમયે ખારો પાટ કહેવાતી અને સૂકા ભઠ્ઠ રેગિસ્તાન તરીકે ઓળખાતી કચ્છની નપાણિયા રણની ધરતીમાં હવે ટુરિસ્ટોના આગમનથી નંદનવન મહેકી રહ્યું છે. અહીં ધોરડોના સફેદ રણમાંથી પ્રખ્યાત રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને ટુરિસ્ટોમાં હવે રણોત્સવની ઈન્કવાયરી નીકળી છે અને મોટી સંખ્યમાં ટુરિસ્ટોના ધાડા કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે. રણોત્સવ હવે ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. દિવાળીના તહેવારને જોતાં પ્રવાસીઓ વધે તેવી શક્યતાઓ છે.
દેશવિદેશમાં ગુજરાતની નવી ઓળખ સમાન ઉત્સવ રણોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે. આ રણોત્સવની ખ્યાતિ હવે વિશ્વમાં દરેક દેશમાં દૂર-સુદૂર સુધી જાય છે. દરવર્ષે ધોરડો ખાતે યોજાતા રણોત્સવ માણવા માટે દેશ વિદેશમાથી લાખો સહેલાણીઓ ટેન્ટસીટી અને સફેદરણની મુલાકાત લઇ રહ્યા છે . પર્યટકો માટે કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બની ચુક્યું છે. આ ઉપરાંત હાલમાં દિવાળીના તહેવારને જોતાં આ રણોત્સવમાં પ્રવાસીઓની સંખ્યા વધુ વધે તેવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે.
દરવર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવ આયોજન કરવામાં આવે છે. કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે. રણોત્સવના પ્રારંભ સાથેજ દેશ વિદેશમાંથી પ્રવાસીઓ કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે આ વર્ષે રણોત્સવમાં કેટલાક નવા રંગો પણ ઉમેરવામાં આવ્યા છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળતા વધુ પ્રવાસીઓ ધોરડો રણોત્સવમાં આવે તેવી શક્યતાઓ છે. ધોળાવીરાનો પેકેજમાં પહેલીવાર સમાવેશ કરાયો છે, જે રોડ ટુ હેવનના કારણે પણ લોકચાહના મેળવી રહ્યું છે. પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાને લેતા આ વર્ષથી પ્લાસ્ટીકનો ન્યૂનતમ ઉપયોગ કરાયો છે. પ્લાસ્ટિકના બદલે લાકડાંના ઉપયોગ પર પહેલીવાર પ્રયોગ હાથ ધરાયો છે, સાથે જ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા અને સાયકલોની સંખ્યામાં વધારો કરાયો છે.
રણોત્સવમાં 350 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરી રહ્યા છે. દર વર્ષે લાખો સહેલાણીઓની સફેદ રણની મુલાકાતના પગલે ગુજરાત ટુરિઝમ વિભાગ અને રાજય સરકારને કરોડો રૂપિયાની આવક ઉભી થાય છે. રણોત્સવ કચ્છ તેમજ ગુજરાતની ઓળખ બની ગઈ છે. રણોત્સવ આવતા પ્રવાસીઓ કચ્છ કલા સંસ્કૃતિ દર્શન કરી રહયા છે. રણોત્સવ આવતા પ્રવાસીઓ કચ્છની હસ્તકલા ખરીદી કરી શકે તે માટે હસ્તકલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ હવે કચ્છની અનેરી મહેમાનગતિનો આસ્વાદ માણી રહ્યા છે.