• દિવાળીની અનુપમ ઉજવણી

  • રાજકોટ પોલીસે દેખાવી સંવેદના
  • નાના બાળકોને કર્યું કપડાનું વિતરણ

દિવાળી એક મહત્વનો તહેવાર છે. આ નામ સાંભળતા જ આબાલવૃદ્ધ સહુ કોઈના ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે. દિવાળીનો મતલબ જ ખુશીઓનો તહેવાર એવો થાય છે. દિવાળી તો નાનામોટા, અમીરગરીબ તમામ લોકોનો તહેવાર ગણાય. ત્યારે આ તહેવારને પોતાના ખાસ અંદાજમાં ઉજવી રાજકોટ પોલીસે આ દિવાળીને અનોખી દિવાળી બનાવી દીધી છે.

હકીકતે રાજકોટ પોલીસની ટીમ દ્વારા આ દિવાળી પર જરૂરિયાતમંદ લોકો તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા નાના બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મામલે વધુ જાણકારી અનુસાર રાજકોટ પોલીસ ટીમ દ્વારા નવા 100 જેટલા જોડી કપડાનું ગરીબોમાં, સફાઈ કર્મચારીઓ તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેના પગલે આ તમામના ચહેરા પર ખુશીની લહેરખી ખીલી ઉઠી હતી. આમ રાજકોટ પોલીસે માનવતા મહેકાવી આ દિવાળીને અનોખી રીતે ઉજવીને તેને કંઈક ખાસ દિવાળી બનાવી દીધી છે.

આ મામલે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ પોલીસની આ માનવીય પહેલની જાણકારી આપવામાં આવી હતી. આ મામલે વધુ જાણકારી અનુસાર પોલીસ સ્ટાફ દ્વારા નવા 100 જોડી કપડાઓ ભેગા કરવામાં આવ્યા હતા. જેના પછી તેનું સફાઈ કર્મચારીઓ, ઝૂંપડપટ્ટીના બાળકો અને અન્ય ગરીબોમાં વિતરણ કરી દેવામાં આવ્યું હતું.

આમ આ દિવાળીને રાજકોટ પોલીસની ટીમે પોતાના ખાસ અંદાજથી એક અનોખી અને અલગ દિવાળી બનાવી દીધી છે. ખાસ કરીને ગરીબો અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાના બાળકો માટે નવા કપડાની ગિફ્ટથી આ લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ બની ગયો હતો અને દિવાળી તેમના માટે સ્પેશિયલ બની ગઈ હતી.


  • Follow us on: