ગુજરાતમાં નકલી કચેરીથી માંડી નકલી અધિકારીઓ- કર્મચારીઓ અને ખાણી-પીણીની નકલી ચીજો પકડાયા બાદ હવે સાબરકાંઠામાં ઇડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. કરિયાણાના વેપારીને ત્યાં તપાસના નામે દમદાટી આપતો નકલી ફૂડ ઇન્સ્પેક્ટરનો ભાંડો ફૂટ્યો છે.


મળતી માહિતી મુજબ, ગુજરાતમાં અત્યારે નકલી નકલીની ભરમાર જામી છે, અનેક જગ્યાએથી આવા કેસો સામે આવી રહ્યાં છે. જો કે, મહત્વની વાત એ છે કે, અત્યારે લોકો જાગૃત થઈ ગયા છે અને નકલીનો પ્રતિકાર કરી રહ્યાં છે. તેવામાં હવે  સાબરકાંઠામાં નકલી પોલીસ અધિકારી, કોર્ટ બાદ નકલી ફૂડ ઇસ્પેક્ટરનું કારસ્તાન સામે આવ્યું છે. કરિયાણાના વેપારીને ત્યાં તપાસના નામે આપી દમદાટી અને રોફ જમાવતો ફૂડ ઇસ્પેક્ટર પોલીસના સકંજામાં ભેરવાયો છે.

આ નકલી ફૂડ ઇસ્પેક્ટરે વેપારીઓમાં ખોફ જમાવવા માટે ગાંધીનગરથી તપાસમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ મામલે વેપારીને શંકા જતા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.વેપારીને શંકા જતા પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પસેવો છૂટતા ભાગવાની કોશીશ કરી હતી અને સ્થાનિકોએ નકલી અધિકારીને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. અરજદારે નકલી ઇન્સ્પેક્ટરને 1500 આપ્યાની કબૂલાત કરી છે. ઇડર પોલીસે નકલી ફૂડ ઇન્સ્પેક્ટરની ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: