સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી GST વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હિંમતનગરમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. તમાકુ સહિતનો વ્યાપાર કરતી પેઢીમાં તપાસ શરૂ કર્યો છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર પકડાય તેવી શક્યતા લાગી રહી છે. GSTના દરોડાને લઈ તમાકુ વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
હાલમાં GST કૌભાંડ ઠેર ઠેર ચાલી રહ્યું છે. મોટાપાયે કાર્યવાહી થવા છતા જીએસટી ચોરી થઈ રહી છે. હિંમતનગરમાં પણ જીએસટીના મોટાપાયે દરોડાને પગલે દોડધામ મચી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં જી.એસ.ટી વિભાગે દરોડા પાડ્યા છે. હિંમતનગરની શિવ શક્તિ નામની પેઢીમાં જી.એસ.ટીના દરોડા યથાવત છે.













