શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં મંગળવારે કષ્ટભંજન દેવ દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે હનુમાનજી દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો.
સાળંગપુરનું નામ આવે એટેલ શ્રીકષ્ટભંજન દેવનું નામ પહેલા આવે. આજે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવી દાદાના આશીર્વાદ લે છે. ત્યારે ગુજરાતી જાગરણ આજે તમને સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે આજે સવારે 5:30 વાગ્યે પૂજારી સ્વામી મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 07 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.













