સુરતમાં નકલી ડોક્ટરનો રાફડો ફાડ્યો છે. અવાર-નવાર નકલી પોલીસ, નકલી તબીબ ઝડપાવાના કિસ્સાઓ પ્રકાસમાં આવે છે. તેવામાં હવે સુરતમાં લસકાણાના ડાયમંડનગરમાં વધુ એક નકલી તબીબ ઝડપાયો છે.


ગુજરાતમાં નકલીનો ખેલ પૂરો થવાનું નામ લેતું નથી. નકલી જજ, નકલી વકીલ , નકલી DySP, નકલી ડોક્ટર, નકલી PMO, નકલી ઘી, નકલી શાકભાજી બધું જ નકલી તો અસલી શું? વિશ્વાસ કરવો તો કરવો કોના પર? તાજેતરમાં સુરતમાં LCBએ લસકાણાના ડાયમંડનગરમાં દરોડા પાડીને નકલી ડોક્ટર આર.કે.ડોંગાને ઝડપ્યો છે. 12 પાસ નકલી ડોક્ટર આર.કે.ડોંગા કમ્પાઉન્ડર તરીકે નોકરી કરીને ડોક્ટર બનીને 4 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. જેમાં દરેક પ્રકારના ઈલાજ કરતો હોવાના પણ બેનર લગાવામાં આવ્યા છે.  ડીગ્રી વગરનો આ નકલી તબીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો LCBએ રંગે હાથ ઝડ્પી પાડ્યો છે.

ઝોન-1 LCB સ્કોડ દ્વારા સુરતમાં નકલી ડોકટરને પ્રેક્ટિસ કરતા રંગે હાથ ઝડપ્યો છે. આ નકલી ડોક્ટર લસકાણાના ડાયમંડ નગરમાં ક્લિનિક ચલાવતો હતો. 12 પાસ નકલી ડોક્ટર છેલ્લા 4 વર્ષથી ક્લિનિક ચલાવતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો. ક્લિનિકમા દરેક પ્રકારના ઈલાજ કરતો હોવાના બેનર મારેલા વીડિયોમાં જોઇ શકાય છે.  ડોક્ટરના કમ્પાઉન્ડર તરીકે કામ શીખી પોતાનું ક્લિનિક શરૂ કરી દીધું હતું.

LCBએ નકલી તબીબ સાથે ક્લિનિકમા દવાનો જથ્થો અને સાધનો કબ્જે કરવામાં આવ્યા છે. LCB સ્કોડે નકલી ડોક્ટર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ક્લિનિકમાંથી 39 હજારનો દવાનો જથ્થો કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: