• ઊંચા ભાવ લેવા જમીન બિન ખેતી કરાવી હોવાનો આક્ષેપ
  • હાઇવે માટે અધિકૃત થાય તે પહેલા જમીન બિનખેતી કરાવી
  • સાંસદ નારણ કાછડીયાએ જમીન બિન ખેતી કરાવ્યાનો આક્ષેપ

અમરેલીમાં જમીન બિન ખેતી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ઊંચા ભાવ લેવા જમીન બિન ખેતી કરાવી હોવાનો આક્ષેપ છે. હાઇવે માટે અધિકૃત થાય તે પહેલા જમીન બિનખેતી કરાવી હતી. સાંસદ નારણ કાછડીયાએ જમીન બિન ખેતી કરાવ્યાનો આક્ષેપ છે.

RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ PMને પત્ર લખ્યો

RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ PMને પત્ર લખ્યો છે. જેમાં નોટિફિકેશન જાહેર થાય તે પહેલા જમીન બિન ખેતી કરાવી હતી. જમીન બિન ખેતી કરીને રાષ્ટ્રની સંપતિને નુકશાન કર્યું છે. ઊંચુ સરકારી વળતર મેળવવાનો કારસો હોવાનો આક્ષેપ કર્યો છે. માત્ર 17 દિવસમાં જ જમીન બિન ખેતીની પ્રક્રિયા થઇ ગઇ છે. અમરેલી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે અંગે RTIમાં મોટો ખુલાસો થયો છે. જેમાં RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે. મહુવા-અમરેલી-જેતપુર ચાર માર્ગીય નેશનલ હાઈવેમાં જમીનો બીન ખેતી કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

રાષ્ટ્રની સંપતિને નુકશાન કરવાની RTI એક્ટિવિસ્ટે ફરિયાદ કરી

અમરેલી સાંસદ નારણ કાછડીયા દ્વારા જમીન બિન ખેતી કરીને રાષ્ટ્રની સંપતિને નુકશાન કરવાની RTI એક્ટિવિસ્ટે ફરિયાદ કરી છે. સાવરકુંડલાના ચરખડિયા ગામની જમીન 17 દિવસમાં બિનખેતી થઈ જતાં સવાલો ઊઠયા છે. સાંસદ કાછડીયાની 5 હજાર ચોરસ મીટર અને 8 હજાર ચોરસ મીટર જેવી 2 જમીનો બિનખેતી થઈ ગઈ હોવાનો ચોકવાનારો આક્ષેપ કર્યો છે. લાપાળીયા ગામે નિવૃત્ત ATDO હર્ષદ દવેની જમીન બિનખેતી થઈ ગઈ છે. નોટીફિકેશન બહાર પડે તે પહેલા જમીન બિન ખેતી કરીને સરકારી વળતર મેળવવાનો કારસો હોવાનો RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાનો આક્ષેપ છે. 

  • Follow us on: