- સિક્કિમમાં આભ ફાટતા અનેક પ્રવાસીઓ ફસાયા
- 8 જૂને ખાનગી ટ્રાવેલ્સમાં ગયા હાત સિક્કિમ
- અમદાવાદના પ્રવાસીઓ ટ્રાવેલ્સ મારફતે ગયા હતા
દેશના ઉત્તરીય રાજ્યોના લોકો હીટવેવ અને તીવ્ર ગરમીથી પરેશાન છે તો બીજી તરફ ઉત્તર-પૂર્વના રાજ્યો વરસાદની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં ભારે નુકસાન થયું છે. કેટલીક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓ નદીમાં ડૂબી ગયા છે. તેવામાં 8 જૂને ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 8 જૂનના અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સમાં આ તમામ લોકો સિક્કિમ ગયા હતા. 3 દિવસથી કોઈ સંપર્ક ન થતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. અજય મોદી ટુર દ્વારા આ ગુજરાતીઓ સિક્કીમ ગયા હતા. આ અંગે જ્યારે ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે માહિતી મળી કે, અજય મોદી હાલમાં ગુજરાત બહાર છે.
જ્યારે આ મામલે અજય મોદી ટ્રાવેલ્સના ડાયરેક્ટર આલાપ મોદીએ એબીપીને જણાવ્યું કે, ત્યાંની ઓથોરિટી સાથે મારી વાત થઈ છે. તમને જણાવી દઈઊએ કે, ગંગટોક,લાતુંગ આસપાસના પ્રદેશમાં મુસાફરી માટે તમામ મુસાફકોએ બુકીંગ કરાવ્યું હતું. વીસ જેટલા ગુજરાતીઓ કુદરતી હોનારતના કારણે ફસાયા હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્રણ દિવસ અગાઉ આર્મીના જવાનના મોબાઈલ દ્વારા સંપર્ક થયો હોવાનો પરિવારજનોએ માહિતી આપી છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ
ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં તાજેતરમાં ખૂબ વરસાદનો માહોલ છે. ખાસ કરીને સિક્કિમમાં સ્થિતિ બેકાબુ હોવાનું સામે આવી રહ્યું છે. અહીં મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થઇ ગયા છે જેના કારણે 1,200 થી વધુ સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ લાચુંગમાં ફસાઇ ગયા છે. વરસાદ અને પૂરના કારણે 6 લોકોના મોત થયા છે જ્યારે ઘણા ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પૂર્વ સિક્કિમના ડિકચુમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણા ઘરોને નુકસાન થયું છે. દક્ષિણ સિક્કિમમાં લિંગી-પ્યોંગને જોડતો મુખ્ય માર્ગ વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ પામ્યો છે.