- 18 હોટેલ તેમજ રિસોર્ટ પર સ્ટેટ GSTના દરોડા
- ગીર, સોમનાથ અને દ્રારકાની હોટેલ તેમજ રિસોર્ટ પર દરોડા
- દરોડા દરમિયાન 16.29 કરોડ રૂપિયાના સંદિગ્ધ વ્યવહાર મળ્યા
આવકવેરા વિભાગની સાથે જીએસટી પણ સર્ચ અને સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી છે અને મહત્વનું એ છે કે જે લોકો દ્વારા કર ચોરી કરીને ગેરરીતિ આચરી હોય તો તેના ઉપર કડક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત સ્ટેટ જીએસટી ટીમ હરકતમાં આવી છે. રાજ્યની 18 હોટેલ તેમજ રિસોર્ટ પર સ્ટેટ GSTએ દરોડા પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, સ્ટેટ GST વિભાગે રાજ્યની 18 હોટેલ તેમજ રિસોર્ટ પર દરોડા પાડ્યા છે. જેમાં ખાસ કરીને ગીર સોમનાથ અને દ્રારકાની હોટેલ તેમજ રિસોર્ટ પર દરોડા પડ્યા છે. દરોડા દરમ્યાન 16.29 કરોડ રૂપિયાના સંદિગ્ધ વ્યવહાર મળ્યા હોવાની જાણકારી સામે આવી છે.













