- પાલડી વિસ્તારનો શ્વાનનો ઝઘડો હાઈકોર્ટ પહોંચ્યો
- કોર્પોરેશનના વોર્ડના કર્મીને પણ સોસાયટી સાફ કરવાની સજા
- શ્વાનને ખાવાનું આપતા બાળકો ,વૃદ્ધો, મહિલાઓ હેરાન: ફરિયાદી
જો તમે પણ તમારી સોસાયટીના શ્વાનને ખાવાનું ખવડાવો છો તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. હાલમાં અમદાવાદના પાલડી વિસ્તારનો શ્વાનનો ઝઘડો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં શ્વાનને ખવડાવનાર પાડોશીને લઈને અન્ય રહીશોએ ફરિયાદ કરી હતી.
રહીશોએ કરી હતી પોલીસમાં ફરિયાદ
પાલડીના રહીશો જ્યારે સોસાયટીના શ્વાનથી પરેશાન થયા ત્યારે પાડોશીને સમજાવટ કરી હતી. આ સમયે તેઓ માન્યા નહીં તો રહીશોએ ભેગા મળીને પોલીસ ફરિયાદ કરી હતી. શ્વાનને ખાવાનું આપવાના કારણે બાળકો, વૃદ્ધો, મહિલાઓ પરેશાન રહેતી હતી. પોલીસે ખાવાનું આપનાર વ્યક્તિને સમજાવીને સમાધાન કરાવ્યું હતું પરંતુ તેઓ માન્યા નથી. આ પછી રહીશોએ એક્શન લીધું અને તેના જવાબમાં ગુજરાત હાઈકોર્ટે શ્વાનને ખવડાવનારાને સજા આપી છે.
શ્વાનને ખવડાવનાર પાડોશીને સફાઇ કરવાની સજા ફટકારાઈ
ગુજરાત હાઈકોર્ટે સોસાયટીમાં શ્વાનને ખવડાવવાના કિસ્સા અને સાથે તેનાથી થતી રહીશોની તકલીફને લઈને અનોખો નિર્ણય લીધો છે. હાઈકોર્ટે શ્વાનને ખવડાવનારા વ્યક્તિને 3 દિવસ સોસાયટી સાફ કરવાની સજા આપી છે તો સાથે કોર્પોરેશનના વોર્ડના કર્મચારીને પણ સોસાયટી સાફ કરવાની સજા આપવામાં આવી છે.
સોસાયટીના રહીશોને થઈ રહી છે મુશ્કેલી
સોસાયટીના રહીશો દ્વારા શ્વાનને ખવડાવવાના કારણે સોસાયટીના અન્ય રહીશો જેમકે બાળકો અને વૃદ્ધોની તકલીફ વધી રહી છે. રહીશોની તકલીફ જલ્દી દૂર થાય તે અંગેની તેઓ માંગણી કરી રહ્યા છે. જો કે હાઈકોર્ટની આ સજા બાદ હવે શ્વાનને ખવડાવનારાઓ હવે ચેતી જશે તેવી આશા છે.