• 7થી 8 રખડતા શ્વાન બાળકી પર તૂટી પડયા
  • શ્વાનમાં હુમલામાં બાળકીનું ઘટના સ્થળે જ મોત
  • જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક

રાજ્યમાં સતત રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. જ્યાં માસુમ બાળકો તેમનો ભોગ બની રહ્યા છે. આ વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં રખડતાં શ્વાને વધુ એક જીવ લીધો છે. જેમાં જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં શ્વાને ફાડી ખાધી છે.

જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ ફાડી ખાધી હતી. 7-8 રખડતાં શ્વાન બાળકી પર તુટી પડતાં તેનું સ્થળ પર તડપી તડપીને મોત થયું હતું. જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે શ્વાનો એકઠા થાય છે,જેને લઇને સ્થાનિકો હેરાન થાય છે.

નોંધનીય છેકે, રખડતાં શ્વાનો અંગે સ્થાનિકોએ RMCમાં લેખિત ફરિયાદ કરી છે,પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી.શ્વાનનો આતંક વધતા રાજકોટ મહાનગરપાલિકાએ રસીકરણ અને ખસીકરણની કામગીરી તેજ બનાવી હતી. લાખો રૂપિયાના ખર્ચે રસીકરણ અને ખસીકરણની કામગીરી થઈ હોવાના દાવાઓ પણ કરવામાં આવ્યા હતા.

આ સાથે જ પાલિકાના દાવા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, શ્વાનના આતંકના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે શ્વાનો એકઠા થાય છે,જેને લઇને સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. જેની ફરિયાદ વારંવાર સામે આવી રહી છે.


  • Follow us on: