- ઉઘનામાં 11 વર્ષીય બાળકને શ્વાને ભર્યા બચકા
- ઘર બહાર રમતા બાળકને શ્વાને બચકા ભર્યા
- ઈજાગ્રસ્ત બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં ઉઘનામાં 11 વર્ષીય કિશોરને શ્વાને બચકા ભર્યા છે. તેમાં ઘર બહાર રમતા કિશોરને શ્વાને બચકા ભર્યા છે. ત્યારે ઈજાગ્રસ્ત કિશોરને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
શહેરમાં વધુ એક કિશોર શ્વાનનો શિકાર બન્યો
શહેરમાં વધુ એક કિશોર શ્વાનનો શિકાર બન્યો છે. જેમાં સુરતમાં ડોગ બાઈટના કેસ યથાવત છે. તેમાં રખડતા શ્વાનોએ 11 વર્ષના કિશોરને બચકા ભર્યા છે. કિશોર ઉધના વિસ્તારમાં રહે છે. 11 વર્ષીય ગૌરવ યાદવ ઘરની બહાર જ રમતો હતો. રમતા બાળક પર શ્વાન તૂટી પડ્યો અને બચકા ભર્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બીજા કિસ્સામાં શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનનગરમાં 8 વર્ષનો બાળક પોતાના ઘર નજીક રમી રહ્યો હતો. આ સમયે અચાનક રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને શરીરમાં અલગ-અલગ જગ્યાએ બચકાં ભરીને નખ માર્યા હતા. જો કે બાળકે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને શ્વાનની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. જે બાદ પરિવારજનો બાળકને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં બાળકની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
કમલાબેનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું
થોડા દિવસ અગાઉ શહેરના ભટાર વિસ્તારમાં આવેલ આઝાનગરમાં રહેતા કમલાબેન સૂર્યવંશી પોતાના પુત્ર રાજેશ સાથે સબંધીના ઘરેથી બાઈક પર આવી રહ્યા હતા. આ સમયે અચાનક રખડતું શ્વાન આવી ચડતાં રાજેશે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બન્ને જણા બાઈક પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં માતા-પુત્ર બન્નેને ઈજા પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કમલાબેનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.