• ઘટનામાં મૃત્યુ પામેલાને 4 લાખની સહાય
  • ઇજાગ્રસ્તને 50 હજારની સહાય આપવાની જાહેરાત
  • ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં થયેલ સ્લેબ ધરાશાયીને મામલે હવે સહાય અને તપાસના આદેશ આપ્યા છે. જે વચ્ચે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ઘટનામાં મૃત્યુ પામેલાને 4 લાખની સહાય તો ઇજાગ્રસ્તને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે નોંધનીય બાબત છેકે, ઘટનાના બે મહિના બાદ મનપા દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સર્વેશ્વર ચોકની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે મેયર સહિતના મનપા અધિકારીઓ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

નોંધનીય છેકે, રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્ષ બહારનો વોંકળા પરનો સ્લેબ ધસી પડયા બાદ મનપાએ બિલ્ડીંગને નોટિસ આપીને સીલ કરી છે. હવે મનપા પોતાનો ભયજનક રોડ તોડીને નવો બનાવવાની છે, ત્યારે બિલ્ડીંગ પણ 31 વર્ષ જુનુ હોય, જુના નિયમોને આધીન આ બિલ્ડીંગ નવેસરથી બાંધવા દેવાની પરવાનગી શિવમ કોમ્પલેક્ષ બિલ્ડીંગ ઓનર્સ એસોસિએશને કરી છે.

સર્વેશ્વર ચોકમાં આવેલા ગણેશપંડાલ ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેવામાં વર્ષો જૂના બિલ્ડીંગની બાજુમાં વોકળાનું સ્લેબ અચાનક તૂટી પડ્યું હતું. જેના કારણે સ્લેબ ઉપર ઉભેલા લોકો અચાનક ભોયરામાં નીચે પડ્યા હતા. જ્યારે દુર્ઘટનાની વાત સામે આવ્યા બાદ મનપાના ફાયર વિભાગના ઓફિસર આઇ.વી. ખેરે જણાવ્યું હતું કે, અમે ભોયરામાંથી અંદાજિત 7 જેટલા લોકોને બહાર કાઢ્યા છે અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ મનપાના પદાધિકારીઓ ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયાનું હજુ સુધી સામે આવ્યું છે.

  • Follow us on: