ICG ALH MK-III હેલિકોપ્ટર બેરિંગ ફ્રેમ નંબર CG 863 02 સપ્ટેમ્બર 24 ના રોજ 23:15 કલાકે મોટ ટેન્કર હરીલીલાથી ગંભીર રીતે ઘાયલ ચાલક દળના સભ્યને મેડિકલ ઈમરજન્સી માટે ઉડાન ભર્યા બાદ દરિયામાં ખાબક્યું હતું. ICGના આ હેલિકોપ્ટરમાં 02 પાઇલોટ અને 02 એર ક્રૂ ડ્રાઈવર હતા.


ICGએ મોટા પાયે શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી

અકસ્માત બાદ, ICGએ મોટા પાયે શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જે દરમિયાન એક પાયલટને દરિયામાંથી બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ કમાન્ડન્ટ (JG) વિપિન બાબુ અને કરણ સિંહના નશ્વર દેહ 03 સપ્ટેમ્બર 24 ના રોજ સમુદ્રમાંથી મળી આવ્યા હતા.

પાયલટ રાકેશ કુમાર રાણાને શોધવા અવિરત શોધ પ્રયાસો

ભારતીય નૌકાદળ અને અન્ય મેરીટાઈમ સેક્ટના હિતધારકોના સંસાધનો વડે ગુમ થયેલા પાયલટ રાકેશ કુમાર રાણાને શોધવા માટે અવિરત શોધ પ્રયાસો ચાલુ  કરવામાં આવ્યા હતા. પાઇલટને શોધવા માટે બહુવિધ જહાજો સહિત 70 થી વધુ હવાઈ ઉડાન તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 ઓક્ટોબર 24 ના રોજ પોરબંદરથી દક્ષિણ પશ્ચિમમાં લગભગ 55 કિમી દૂર દરિયામાંથી બહાદુર રાકેશ કુમાર રાણાનો નશ્વર દેહ મળી આવ્યો છે. સેવા પરંપરા અને સન્માન સાથે આજે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.



  • Follow us on: