- PDPU થી આઈકોનિક બ્રિજ અને ગિફ્ટ સીટીનો રસ્તો બંધ
- શાહપુર બ્રિજથી ગિફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ
- 28 જાન્યુઆરીએ બપોરે 12 થી રાત્રે 12 સુધી રસ્તો બંધ રહેશે
આગામી દિવસોમાં ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં 69 મો ફિલ્મફેર એવોર્ડ્સ યોજાઈ રહ્યો છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 28 જાન્યુઆરી રવિવારના દિવસે ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં બોલિવુડના સ્ટાર હાજર રહી શકે છે. જેના કારણે ગાંધીનગરમાં કેટલાંક રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે.
આ અંગે ગાંધીનગર કલેકટર દ્વારા જાહેરાનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેના અંતર્ગત ગાંધીનગરના PDPU થી આઈકોનિક બ્રિજ અને ગીફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે. જ્યારે શાહપુર બ્રિજથી ગીફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રહેશે.
નોંધનીય છેકે, 28 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ગિફ્ટ સીટી ખાતે ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બપોરે 12 થી રાત્રે 12 સુધી રસ્તો બંધ રહેવા અંગે ક્લેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જાહેર રસ્તા પરથી પણ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.
28 જાન્યુઆરીના ભવ્ય કાર્યક્રમ
ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે 28 જાન્યુઆરીના રોજ 69મા હ્યુન્ડાઈ ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન થયું છે. ગુજરાત ટુરિઝમના સહયોગથી યોજાનારી આ ઈવેન્ટમાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ આપશે અને આ સાથે ભારતીય સિનેમામાં યોગદાન આપનારા કલાકારોને સન્માનિત કરવામાં આવશે. આ સેરેમનીમાં રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાન્હવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન પરફોર્મન્સ આપશે, જ્યારે કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા સેરમેનીને હોસ્ટ કરવામાં આવશે.