• બસચાલકે રીક્ષાને ટક્કર મારી 15 ફૂટ સુધી ઢસડી
  • રીક્ષામાં સવાર ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ
  • રીક્ષાચાલક બાળકોને શાળામાં મુકવા જતો હતો

આણંદમાં ST બસચાલકે રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં સ્કૂલે જતા બાળકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં બસચાલકે રીક્ષાને ટક્કર મારી 15 ફૂટ સુધી ઢસડી હતી. રીક્ષામાં સવાર ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.તેમાં રીક્ષાચાલક બાળકોને શાળામાં મુકવા જતો હતો. તેમજ ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આણંદમાં જુના બસ સ્ટેન્ડ ચોકડી પાસે એસટી બસે રીક્ષાને ટક્કર મારી

આણંદમાં જુના બસ સ્ટેન્ડ ચોકડી પાસે એસટી બસે રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં એસટી બસે રિક્ષાને ટક્કર મારી 15 ફૂટ સુધી ઢસડી હતી. જેમાં રિક્ષામાં સવાર ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ થઇ છે. તેમાં રીક્ષા ચાલક બાળકોને શાળામાં મુકવા જતો હતો. ત્યારે ઘાયલ બાળકોને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તથા બે બાળકીઓ અને એક બાળક સહિત ત્રણ ઘાયલ થયા છે. એક બાળકને માથામાં ગંભીર ઈજાઓ થતા કરમસદની હોસ્પિટલમાં ખસેડાયો છે.

સ્કૂલ વાનમાં બેઠેલી બે બાળકીઓ નીચે પટકાતા બંને ઈજાગ્રસ્ત થઈ

તાજેતરમાં જ વડોદરા શહેરના નોવીનો તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાંથી પસાર થયેલી સ્કૂલ વાનમાં બેઠેલી બે બાળકીઓ નીચે પટકાતા બંને ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા, જેને પગલે પોલીસ તંત્ર અને RTO તંત્ર દોડતું થઈ ગયું હતુ. જેમાં આરોપીની સ્કૂલના કેમ્પસમાંથી અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં સ્કૂલ વાહનોની પાસિંગને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત ન હોવાની એક ઘટના સામે આવી હતી. વિદ્યાર્થીનીઓ સ્કૂલેથી ઘરે જવા પરત જઈ રહી હતી તે સમયે નવીને તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાં ચાલુ સ્કૂલ વાનમાંથી નીચે પટકાઈ હતી.

બંને બાળકીઓની ત્યાં બેસાડીને સારવાર કરી હતી

આ સમયે આસપાસના મકાનમાં રહેતા લોકોએ બંને વિદ્યાર્થીનીઓને ઘરે લઈ ગયા હતા અને બંને બાળકીઓની ત્યાં બેસાડીને સારવાર કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. 19 જૂનના રોજ બનેલી આ ઘટનાનો વીડિયો સામે આવતા વડોદરા પોલીસ તંત્ર અને RTO દોડતુ થઈ ગયું હતુ અને સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરી હતી.


  • Follow us on: