• સાઇબર અને ઇકોનોમિક ઓફેન્સની દ્રષ્ટિએ ડેવલપ કરાશે
  • દુબઇ ખાતેના સ્માર્ટ પોલીસ સ્ટેશનનો અભ્યાસ કરવામાં આવ્યો
  • ગૃહ વિભાગને સ્માર્ટ પોલીસ સ્ટેશનનો પ્રપોઝલ મોકલામાં આવ્યો

ગિફ્ટ સિટીને સતત આધુનિક બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણી મલ્ટી નેશનલ કંપનીઓને હેડ ઓફિસ આવી રહી છે. જેની સાથે જ વર્લ્ડની ઘણી કંપનીઓ પણ પોતાની ઓફિસ ગિફ્ટ સિટીમાં લાવી રહ્યું છે ત્યારે સુરક્ષામાં પણ કોઈ ચૂક ન રહે તે માટે આધુનિક પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.

આ સાથે જ દેશનું પ્રથમ માનવરહિત પોલીસ મથક બનવા જઈ રહ્યું છે. આ પોલીસ મથક દુબઈનાં સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરણા લેવામાં આવી છે. આ માટે વિશેષ કાર્યપદ્ધતિ તૈયાર કરાઈ રહી છે. આ પ્રકારનાં પોલીસમથકોમાં કેવી રીતે કામ થાય છે, એ સમજવા માટે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા આસમસેટ્ટી અને ગૃહ વિભાગના એક આઇએએસ અધિકારીએ દુબઈનો પ્રવાસ પણ ખેડ્યો હતો. પોલીસ મથકમાં નહીં પરંતુ લોકોની વચ્ચે રહે, એ વાત પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ માટે આ મથકમાં કોઈ પોલીસકર્મી નહીં મળે. સમગ્ર સ્ટાફ ફિલ્ડમાં રહેશે.

એટલું જ નહીં આ માટે ગાંધીનગર પોલીસ દ્વારા હવે ગૃહ વિભાગમાં સ્માર્ટ અને આધુનિક પોલીસ સ્ટેશસન માટેની પ્રપોઝર મોકલવામાં આવશે. તેમજ ગિફ્ટ સિટીમાં દેશ જ નહીં, વિશ્વભરમાંથી લોકો આવશે. એ સ્થિતિમાં સુરક્ષા માટે પોલીસ ઉપરાંત ખાનગી સિક્યોરિટીનું સુપરવિઝન પણ પોલીસ પાસે જ રહેશે. તેમજ મોડેલ પોલીસ મથક તરીકે આ પોલીસ સ્ટેશન ને ડેવલપ કરવામાં આવશે.

નોંધનીય છેકે ગિફ્ટ સિટીમાં વિદેશી બિઝનેસમૅન અને જૂથો વારંવાર આવશે. દેશના મોટામોટા વેપારી પણ વૈશ્વિક સ્તરનાં કામકાજનો વ્યાપ અહીંથી જ વધારશે. આથી નેક્સ્ટ લેવલ સુરક્ષા વ્યવસ્થા આ‌વશ્યક છે. ગિફ્ટ સિટીમાં ચોરી, લૂંટ, હત્યા જેવા ગુના કરતાં સાઇબર ફ્રોડ અને ઇકોનોમિક ફ્રોડ જેવા ગુના વધુ બની શકે છે, એ વાત પણ પોલીસને ધ્યાને આવી છે. જે તમામ પહેલું પર પોલીસ દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે.


  • Follow us on: