• રાજ્યભરના 248 તાલુકાઓમાં બે દિવસીય કાર્યક્રમ
  • દસક્રોઈ તાલુકાના પીરાણાથી કાર્યક્રમનો પ્રારંભ
  • રવિ પાક અને આધુનિક કૃષિ વિશે માર્ગદર્શન મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનના વિવિધ પાકો માટે આધુનિક ખેતી પદ્ધતિ અંગેનું માર્ગદર્શન તેમજ સરકારની કૃષિલક્ષી અને ખેડૂત કલ્યાણ માટેની યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડતા 'રવિ કૃષિ મહોત્સવ 2023'નો આજે અમદાવાદ ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે.

ગુજરાતમાં 62 લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ

કાર્યક્રમમાં દિવાળી અને નવા વર્ષની CMએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ જણાવ્યું છે કે ગુજરાતમાં 62 લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ મળ્યો છે. PM મોદીએ ખેડૂતોની સતત ચિંતા કરી છે. કૃષિ મહોત્સવથી કૃષિ ક્રાંતિ આવી છે. વોકલ ફોર લોકલથી સ્થાનિકોને ફાયદો થયો છે. આફતના સમયે સહાય પેકેજ અપાયા છે. ચીકુ, પપૈયા વગેરેના ઉત્પાદનમાં ગુજરાત અવ્વલ છે. ડ્રોનનો ઉપયોગ ખેતીમાં થઈ રહ્યો છે. ગુજરાતમાં સિંચાઇની સુવિધા વધી છે.

કપાસ, તલના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે

કપાસ, તલના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે છે. વધુ પડતી દવા, કેમિકલને કારણે ખેતીમાં રોગ વધ્યા છે. પાકૃતિક ખેતી ખેડૂતો માટે ફાયદાકારક છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું છએ. પ્રાકૃતિક ખેતીથી ભવિષ્યની પેઢી બચાવી શકીશું. રાજ્યના 11 જિલ્લામાં બાજરીનું વાવેતર છે. લોકલ ફોર વોકરનો પીએમ મોદીનો મંત્ર દિવાળીમાં સાર્થક થયો છે. તેમ ખેત ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી જે કેટલાય સમયથી ભુલાઈ ગઈ હતી. પીએમ મોદીના આવ્યા બાદ સમૃદ્ધિ તાણી લાવ્યા છે. ટેકાના ભાવની ખરીદી, લોન સહિતના ખેડૂતોને ફાયદા થયા છે. હાલ 2 કરોડ ખેડૂતોમાં જાગૃતતા આવી છે.

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં સરકાર કટિબદ્ધ છે

કલ્યામેન્ટ ચેન્જમાં અન્ન, પાણી, વીજળી બચાવ સહિતની શરૂઆત થઈ છે. નાની વયે બીમારીઓનો ભોગ બને છે તે કેમિકલનો ભોગ બન્યા છે. આ તમામ સમસ્યાનો ઉકેલ પ્રાકૃતિક ખેતી છે. છે. રાજ્યમાં પ્રકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં કુદરત તરફ પરત ફરવાની નીતિ વધી છે. પહેલા રોગો 60 થી 65 વર્ષ જોવા મળતા હતા જે હવે યુવાનોમાં જોવા મળી રહ્યા છે. ઓછી સિંચાઈ સુવિધામાં મોટું ઉત્પાદન લઈ શકાય છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં સરકાર કટિબદ્ધ છે. આપણા રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શક છે. ભારતને ત્રીજી ઇકોનોમિક બનાવવાનો દેશ વાસીઓનો સંકલ્પ છે. 

  • Follow us on: