મહેસાણામાં RTO અને પોલીસે સંયુક્તપણે કડક કાર્યવાહી હાથ ધરી છે. અન્ડરએજ ડ્રાઈવિંગ કરનારા હવે સાવધાન થઈ જાઓ. RTO અને પોલીસે વાહનોના લાયસન્સનું કડકપણે ચેકિંગ હાથ ધર્યું છે. RTO અને પોલીસે અન્ડરએજ ડ્રાઈવિંગ અને લાયસન્સ વિના વાહન ચલાવતાં બાળકો માટે સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરી છે. તપાસ દરમિયાન વાહનચાલકો પાસે લાયસન્સ નહીં હોય તેમજ અન્ડરએજ હોવાનું પકડાતા તેમની સામે કાયદાકી કાર્યવાહી કરવામાં આવશે.  બેફામપણે વાહન હંકારતા અન્ડરએજ ચાલકો પર લાગશે લગામ.


RTO અને પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ

શહેરભરમાં RTO અને પોલીસે અન્ડરએજ ડ્રાઈવિંગ કરતાં વિધાર્થીઓનું કડકપણે ચેકિંગ કરી રહ્યા છે. અંડરએજ ડ્રાઈવિંગ કરતા બાળકો માટે હાથ ધરેલ સ્પેશિયલ ડ્રાઈવમાં RTO અને પોલીસે જુદા - જુદા વિસ્તારમાં ચેંકીગ માટે 4 ટીમો બનાવી છે. અત્યાર સુધીમાં આ સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ RTO અને પોલીસે 26 જેટલા અંડરએજ ડ્રાઈવિંગના કેસ કર્યા છે. સ્કુલોમાં 16 વર્ષથી નીચેની વયના બાળકો દ્વારા વાહન ચલાવતા હોય એવા અન્ડરએજ ડ્રાઈવિંગનાં કિસ્સાઓની તપાસ થશે.

વાહન ચલાવવા માટે વયમર્યાદા નિશ્ચિત

નોંધનીય છે કે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહન ચલાવવાને લઈને સરકાર દ્વારા વયમર્યાદા નક્કી કરવામાં આીવી છે. છતાં પણ આજે રીલના ચક્કરમાં અન્ડરએજ બાળકો રોફ જમાવવા વાહન હંકારતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે. અમદાવાદમાં ફતેવાડી પાસે રીલના ચક્કરમાં અન્ડરએજના વાહન ચાલકે સ્કોર્પિયો ચલાવી અને વાહન બેકાબૂ થતા કેનાલમાં ખાબકયા. આ ઘટનામાં સ્કોર્પિયો ચલાવનાર અન્ડરએજ ચાલક ઉપરાંત અન્ય યુવાનોના પણ મોત નિપજયા હતા. સોશિયલ મીડિયામાં રીલ બનાવી વ્યૂઅર્સ મેળવવા અન્ડરએજના બાળકો પણ જોખમી સ્ટંટ કરતા હોવાના કિસ્સા વધવા લાગ્યા છે. અને એટલે જ હવે RTO અને પોલીસે અન્ડરએજના વાહનચાલકોને કાયદાનો પાઠ ભણાવવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે.

  • Follow us on: