• અકસ્માત સર્જાતા બે યુવકોના થયા હતા મોત
  • પરિવારની જાણ બહાર મૃતદેહ સ્મીમેરમાં મોકલ્યા
  • પરિજનો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ શોધતા રહ્યા

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં પોસ્ટમાર્ટમ રૂમમાંથી બે મૃતદેહ ગાયબ થયા છે. તેમજ અકસ્માત સર્જાતા બે યુવકોના મોત થયા હતા. તથા પરિવારની જાણ બહાર મૃતદેહ સ્મીમેરમાં મોકલ્યા હતા. તેમજ પરિજનો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ શોધતા રહ્યા હતા. આખરે મૃતદેહ મળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

નસીમ અને અરમાનના બાઈક અકસ્માતમાં મોત થયા હતા

નસીમ અને અરમાનના બાઈક અકસ્માતમાં મોત થયા હતા. જેમાં પરિવારે કલાકો સુધી મૃતદેહ શોધતા આખરે કલાકો બાદ મૃતદેહ મળી આવ્યા હતા. તેમાં સિવિલ હોસ્પિટલમાંથી સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં પરિવારની જાણ વગર જ બંને મૃતદેહ મોકલી આપવામાં આવ્યાનો આરોપ લગાવ્યો છે. તેમાં કલાકો બાદ મૃતદેહ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ પરિવારે મૃતદેહને પાછો સિવિલ હોસ્પિટલ લાવે તેવી માગ કરી હતી.

અચાનક પંખો પડ્યો જેનાથી અન્ય દર્દીઓ પણ ગભરાઈ ગયા

અગાઉ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સીલીંગના પંખા પણ નીચે પડ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના ચોથા માળે વોર્ડમાં પંખો તૂટી પડયો હતો. પંખો પલંગ પર સુતેલા દર્દીના માતા પર પડતા ગંભીર ઈજાઓ આવતા તેઓ પોતે જ હવે દર્દી બની ગયા હતા. જેમાં દર્દીની માતાએ સારવાર લેવાનો વારો આવ્યો હતો. આ અંગે દર્દીના માતાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના ચોથા માળે વોર્ડમાં પંખો પડતા માથામાં ઈજા પહોંચી હતી. જેથી પોતે પણ હવે દર્દી બની ગયા છે. અચાનક પંખો પડ્યો જેનાથી અન્ય દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા.


  • Follow us on: