સુરતમાં અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વરાછા તાસની વાડીમાંથી 150 કિલો પનીર ઝડપાયું છે. આ શંકાસ્પદ પનીરનો જથ્થો હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરીમાં પનીર વેચતા હોવાની શંકા સેવાઇ રહી છે. 


સુરત શહેરમાં પનીર ખાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછા તાસની વાડીમાંથી 150 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે. પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમે વરાછા તાસની વાડીમાં તપાસ કરતા 150 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. 150 કિલો શંકાસ્પદ પનીરના આરોગ્ય ટીમે સેમ્પલ લીધા છે. સમગ્ર મામલે વરાછા પોલીસે ત્રણ યુવકોની અટકાયત કરી છે.

આરોગ્ય સાથે ચેડા ક્યારે બંધ થશે? નકલી ઘી બાદ હવે શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. લગ્ન સિઝન આવતાની સાથે રાજ્યમાં નકલી ઘી, નકલી તેલ અને નકલી પનીરના જથ્થા ઝડપાવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ભેળસેળીયા વેપારીઓ પર આરોગ્ય વિભાગે તવાઇ બોલાવી છે. સુરતના વરાછા તાસની વાડીમાંથી 150 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે. પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમ સાથે દરોડા પાડ્યા હતા અને આરોગ્ય ટીમે પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પનીરના જથ્થા સાથે વરાછા પોલીસે ત્રણ યુવકોની અટકાયત કરી છે.


  • Follow us on: