- પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા મીલમાં લાગી આગ
- ફાયરબ્રિગ્રેડની 18થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
- આગની ઘટનામાં બે લોકોને પહોંચી સામાન્ય ઈજા
સુરતની અન્નપૂર્ણા મીલમાં આગ લાગવાની ઘટના બની છે. પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા મીલમાં આગ લાગી છે, ત્યારે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરી છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ
પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા મીલમાં કેમિકલ અને કાપડ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે અને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ફાયરબ્રિગ્રેડની 18થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
એપ્રિલ મહિનામાં સુરતના ઓલપાડની ઓઈલ મિલમાં લાગી હતી આગ
સુરતના ઓલપાડ વિસ્તારમાં સરસ ગામે આવેલી એક ઓઇલ મિલમાં આગ લાગી હતી જે કલાકો બાદ પણ કાબૂમાં આવી શકી નહતી. આ આગ એટલી ભીષણ હતી કે મોરા ભાગળ અને સુરત SMC સહિતના 5 ફાયર વિભાગોની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ઓઈલ મિલમાં ઓઈલ બેરલ બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી મિલમાં પ્રસરી ગઈ હતી. ફાયર જવાનોનું માનવું છે કે ઓઇલ મિલમાં ઓઇલ બેરલ પડ્યા હોવાથી આગ વધુને વધુ ભીષણ બની ગઈ હતી. ઓલપાડ પોલીસના અધિકારીઓની સાથે સાથે પોલીસ વિભાગ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.