- એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
- દારૂના જથ્થા સાથે નરેશ બિશ્નોઈની ધરપકડ
- એમ્બ્યુલન્સમાંથી લાખો રૂપિયાનો દારૂ જપ્ત
સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતાં હોય છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એક વ્યકિતને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.અન્ય એક આરોપી કિશન બિશ્નોઈ વોન્ટેડ જાહેર કરાયો છે.
સરથાણા પોલીસે વધુ તપાસ હાથધરી
બુટલેગરોનો નવો કીમિયો સામે આવ્યો છે જેમાં તેણે પોલીસથી બચવા એમ્બુયલન્સમાં દારૂની હેરાફેરી કરી હતી.સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સનુ ચેકિંગ કરવામાં આવ્યું હતુ અને તેમાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી.મ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આરોપી નરેશ પુનમારામ બિશ્નોઈને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ 1,69,440નો દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

15 દિવસ પહેલા સુરતમાં આરોપી પોલીસને જોઈ દારૂ મૂકીને ભાગ્યો
કડોદરા GIDC પોલીસે ટેમ્પામાંથી દારૂનો જત્થો ઝડપી પાડયો હતો. ટેમ્પામાં પેકિંગ કરેલા બોક્સમાંથી વિદેશી દારૂનો જત્થો મળી આવ્યો હતો. પોલીસને જોઈને ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ભાગી ગયો હતો. પોલીસે 11.41 લાખનો દારૂનો જત્થો, ટેમ્પો સહિતનો મુદામાલ જપ્ત કરીને ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
5 મે 2024ના રોજ નકલી દારૂ બનાવતું કારખાનું ઝડપાયુ
સુરત જિલ્લામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટ બનાવતું કારખાનું ઝડપાયું હતુ. સુરત જિલ્લા LCB ટીમે કામરેજના માંકના ગામે આવેલ GIDC માંથી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં કેમિકલ વાળો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપી પાડયુ હતુ. જેમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી અને દારૂની બોટલો, પાઉચ, વિદેશી દારૂ બનાવવાનું પ્રવાહી, સ્ટીકરો અને ઢાંકણ મળી કુલ 14,58,530 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.