યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુકેમાં આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રહેંસી નાખી હતી. સમગ્ર મામલે બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારો કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે.
મળતી માહિતી મુજબ, 2020માં આરોપી જીગુ સોરઠીએ આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રહેંસી નાખી હતી. હત્યારાએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. જેને લઇ યુકેની લેસ્ટર કોર્ટે આજીનવ કેદની સજા ફટકારી હતી. આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માગી હતી. 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે.













