ગુજરાતમાં બાળમજૂરીના અનેક કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતના વરાછામાં બાળમજૂરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.કારખાનામાં 17 કલાક બાળકોને ગોંધી રાખીને મજૂરી કરાવાતી હોવાનું ખુલ્યું છે. કારખાનાના માલિકના ત્રાસથી બે બાળકો ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. બાળકોએ પોલીસને જાણ કરતાં જ પોલીસ કારખાનામાં પહોંચી હતી અને અન્ય ત્રણ બાળકોને મુક્ત કરાવ્યા હતાં. આ ઘટનામાં પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બે બાળકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં













