સુરતમાં ગરમીમાં બરફ ગોળો ખાતા લોકો માટેના સમાચાર છે,જેમાં કોર્પોરેશનના ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે,સુરતમાં આઈસ ગોળાના 18માંથી 4 સેમ્પલ ફેલ થયા છે,તો મનપાએ અલગ અલગ 13 જગ્યાએથી લીધેલા નમૂના ફેલ થયા છે,35 કિલો સીરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો હતો તો લીધેલા નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવતા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સુરત શહેરમાં ગરમીમાં બરફ ગોળા ખાતા ચેતી જજો
ઉનાળાની સિઝનમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા અને બરફ ગોળાનો સહારો લેતા હોય છે પરંતુ વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ગ્રાહકોને કોઈ પણ વસ્તુ ખવડાવી દેતા હોય છે,સુરત કોર્પોરેશન દ્વારા આ બાબતને લઈ ચેકિંગ કરવામાં આવ્યું હતુ,તો તેના રીપોર્ટમાં સામે આવ્યું કે 13 જગ્યાએથી જે નમૂના લીધા હતા તે ફેલ ગયા છે,કોર્પોરેશન દ્વારા સિલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
3 એપ્રિલના રોજ અલગ-અલગ દુકાનોમાંથી લીધા હતા કલરના નમૂના
સુરત શહેરમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ગત 3 એપ્રિલના રોજ શહેર વિસ્તારમાં આવેલી સંસ્થાઓની સ્થળ તપાસ કરીને કુલ 13 સંસ્થાઓમાંથી આઈસડીશ, આઈસ ગોળા અને ક્રીમના કુલ 18 નમૂના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગર પાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જે પૈકીના કુલ 4 નમૂના ધારાધોરણ મુજબ માલૂમ પડ્યા નથી.