- સુરતમાં ફરી એક વખત તાંત્રિકની કરતુસ સામે આવી
- સરથાણા પોલીસે મંદિરના ભુવાની ધરપકડ કરી
- મહિલાની ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાથી વિધિ કરાવા માટે પહોંચી હતી
સુરતમાં વિધી કરવાના બહાને તાંત્રિકની કરતૂત સામે આવી છે,જેમાં ભુવાએ દુષ્કર્મ આચરી મહિલા સાથે 14 લાખની માતબર રકમ પડાવી લીધી છે,મહિલાને પારીવાર તકલીફ હોવાથી તાંત્રિક પાસે વિધી કરાવવા પહોચી હતી,ત્યારે તાંત્રિક દુષ્કર્મ આચર્યું હતુ,તો મહિલાએ ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ હેઠળ ગુનો નોંધ્યો હતો અને તાંત્રિકની ધરપકડ કરી હતી.
પોલીસે તાંત્રિક સામે વધુ તપાસ આદરી
મહિલાની વાત સાંભળી પોલીસ પણ ચૌંકી ઉઠી હતી,તાંત્રિકે અગાઉ કોઈ સાથે આજ રીતને કરતૂત કરી છે કે નહી તેને લઈ તપાસ હાથધરી છે,તો બીજી તરફ તાંત્રિક સાથે કોણ કોણ જોડાયું છે અને મહિલા તાંત્રિક સાથે કેવી રીતે પહોચી તે દિશામાં તપાસ હાથધરી છે.
અઠવાડિયા અગાઉ એક ભુવાએ સુરતમાં 15 લાખ પડાવ્યા
વર્ષ 2020 થી વર્ષ 2023 દરમ્યાન બંને જ્યોતિષો દ્વારા ફરિયાદીને તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલ અને સમસ્યાઓનું સમાધાન કરી આપવાના નામે અલગ અલગ વિધિના બહાને રૂપિયા 15 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી. જેમાં સોના-ચાંદીના ઘરેણા પણ બંને જ્યોતિષો દ્વારા પડાવી લેવાયા હતા. ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસામાં લેવામાં આવ્યો હતો. જ્યાં વિશ્વાસ અને ભરોસામાં આવી ગયેલા ફરિયાદીએ આ તમામ રકમ અને સોના ચાંદીના ઘરેણા બંને જ્યોતિષોને આપી દીધા હતા. પરંતુ સમય ગયા છતાં સમસ્યાઓનું સમાધાન નહીં આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તમામને ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
કતારગામમાં પણ બની હતી આવી જ ઘટના
સુરતના કતારગામમાં કીર્તિ તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. કીર્તીએ યુવતીને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યો હોવાનું કહેવામાં આવ્યું છે. તેમજ ફરિયાદના આધારે હાલ કીર્તિ માંડવીયાની કતાર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.